ભારતીય ટીમમાં ઇન્જર્ડ પ્લેયર્સ વધતાં હરિયાણાના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અંશુલ કમ્બોજ
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝમાં અધવચ્ચેથી સામેલ થનાર ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજની પ્રશંસા કરી છે. તેણે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું, ‘અંશુલ વિશે સૌથી સારી વાત એ છે કે તે યોજનાને સમજે છે. તે મિડલ ઓવર્સમાં યોજનાઓ પર સારી રીતે અમલ કરી શકે છે. આ ગુણવત્તા મોટા ભાગના ઝડપી બોલરોમાં નથી. ઝહીર ખાન અને જસપ્રીત બુમરાહ જેવા અદ્ભુત બોલર્સ પણ આવું જ કરે છે. હું કુશળતાની તુલના કરી રહ્યો નથી, કારણ કે કુશળતા ખૂબ જ અલગ વસ્તુ છે.’
IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સમાં અંશુલ સાથે રમનાર અશ્વિન વધુમાં કહે છે, ‘જો તમે અંશુલ કમ્બોજને ચોથી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે સામેલ કરી રહ્યા છો તો હું તમને કહી દઉં કે તે એક ગંભીર બોલિંગ-અટૅક હશે. તેનામાં લાંબા સ્પેલ ફેંકવાની ક્ષમતા છે જે તેને ઇંગ્લેન્ડમાં મદદ કરશે, પણ ટીમ-મૅનેજમેન્ટે તેના સારા પ્રદર્શન માટે થોડી ધીરજ પણ રાખવી પડશે.’
ADVERTISEMENT
ભારતીય ટીમમાં ઇન્જર્ડ પ્લેયર્સ વધતાં હરિયાણાના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


