સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત થતાં જ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સહિતની ટીમોના પ્લેયર્સે તૈયારી શરૂ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત થતાં ૧૮મી સીઝનની બાકીની ૧૭ મૅચ ૧૭ મેથી ત્રીજી જૂન વચ્ચે રમાશે જેમાં ધરમશાલામાં અધૂરી રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ પણ પહેલેથી રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમયના બ્રેક બાદ શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર પ્લેયર્સે પોતાની ટીમના હોમ ગ્રાઉન્ડમાં અંતિમ તબક્કાના રોમાંચક જંગ માટેની તૈયારી શરૂ કરી છે.
14 May, 2025 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent