Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > યોગી આદિત્યનાથે EVM મામલે કૉંગ્રેસની કાઢી ઝાટકણી

યોગી આદિત્યનાથે EVM મામલે કૉંગ્રેસની કાઢી ઝાટકણી

27 April, 2024 08:23 IST | Uttar Pradesh

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 27 એપ્રિલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોના રાજનીતિકરણને લઈને કૉંગ્રેસની ટીકા કરી હતી. કૉંગ્રેસ પર પ્રહાર કરતા યુપીના સીએમએ કહ્યું કે જે લોકો આજે ઈવીએમને નકારી રહ્યા છે આ એ જ લોકો છે જેઓ બેલેટ લૂંટતા હતા. ANI સાથે વાત કરતા, તેમણે કહ્યું, “જ્યારે પણ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અથવા INDI ગઠબંધન સાથે સંકળાયેલી કોઈપણ અન્ય પાર્ટી ચૂંટણી હારતી હોય છે, ત્યારે તેઓ EVM પર હારનો આરોપ લગાવવાના તમામ પ્રયાસો કરે છે. આ પહેલીવાર નથી; અમે 2014થી સતત આ સાંભળીએ છીએ. અમે આ લોકોને પૂછવા માંગીએ છીએ કે ગયા વર્ષે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર બની, શું તે બેલેટ પેપરના આધારે રચાઈ હતી? 2009માં કેન્દ્રમાં યુપીએ સરકાર બની, શું તે બેલેટ પેપરથી બનેલી હતી? 2004માં દેશમાં યુપીએની સરકાર બની અને 2018માં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર બની, દિલ્હીમાં AAPની સરકાર બની, શું તે બેલેટ પેપરથી બનેલી હતી?

27 April, 2024 08:23 IST | Uttar Pradesh

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK