વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ મેના રોજ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન મથકની બહાર મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ વોટ આપવા આવેલા તેમના સમર્થકોનું અભિવાદન કર્યું હતું. તેમણે બાળકો સાથે પણ વાતચીત કરી અને સમર્થકોને ઓટોગ્રાફ આપ્યા. નોંધનીય છે કે, ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.