અંદાજે ૪,૧૬,૯૦,૩૨૫ રૂપિયાના પૅકેજમાં ઍથ્લીટ્સ સાથે મીટિંગ, ઍથ્લીટ્સના રહેવાની જગ્યાનો ઍક્સેસ, પૅલેસ ઑફ વર્સેઇલેસમાં ભવ્ય ભોજન અને ઓપનિંગ સેરેમનીનો ભાગ બનવાની તક મળે છે
પ્રતીકાત્મક તસવીર
પૅરિસ ઑલિમ્પિક્સ 2024ના આડે હવે ૩ મહિનાથી ઓછો સમય બચ્યો છે ત્યારે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમના અત્યંત નજીકથી સાક્ષી બનવા માટે એક વર્ગ કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે. GR8 એક્સ્પીરિયન્સ નામની ઇન્ટરનૅશનલ એજન્સી પૅરિસ ઑલિમ્પિક્સ માટે ‘અલ્ટ્રા-એક્સક્લુઝિવ’ પૅકેજ ઑફર કરી રહી છે. અંદાજે ૪,૧૬,૯૦,૩૨૫ રૂપિયાના પૅકેજમાં ઍથ્લીટ્સ સાથે મીટિંગ, ઍથ્લીટ્સના રહેવાની જગ્યાનો ઍક્સેસ, પૅલેસ ઑફ વર્સેઇલેસમાં ભવ્ય ભોજન અને ઓપનિંગ સેરેમનીનો ભાગ બનવાની તક મળે છે. GR8 એક્સ્પીરિયન્સના માલિક બાસ્કેટબૉલ સ્ટાર લેબ્રન જેમ્સના બિઝનેસ મૅનેજર અને ટેનિસ પ્લેયર રાફેલ નડાલના પબ્લિક રિલેશન્સ મૅનેજર છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)