બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
સની દેઓલ અને આયુષમાન ખુરાના
‘બૉર્ડર 2’ને લઈને લોકોનો જોશ સાતમા આસમાને છે. એવામાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં સની દેઓલ અને આયુષમાન ખુરાનાની એન્ટ્રી થઈ છે. ૧૯૯૭ની ૧૩ જૂને આવેલી ‘બૉર્ડર’ની આ સીક્વલ છે. ‘બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ‘બૉર્ડર 2’માં ભારતીય સેનાની બહાદુરી દેખાડવામાં આવશે અને એથી રિપબ્લિક ડેના વીકમાં રિલીઝ થવાની હોવાથી એનું મહત્ત્વ પણ વધી જાય છે. મેકર્સ પણ માને છે કે આ તારીખે ફિલ્મ રિલીઝ થવાથી લોકો એ ફિલ્મ સાથે જોડાશે. આ ફિલ્મને જે. પી. દત્તા, નિધિ દત્તા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. છેલ્લા એક વર્ષથી ફિલ્મની સ્ટોરી લખવામાં આવી રહી હતી. હવે લોકોની અપેક્ષાએ ખરી ઊતરવા માટે સ્ટોરી પણ લખાઈ ગઈ છે. સ્ટોરી સાંભળતાં જ આ જર્નીમાં જોડાવા માટે સની દેઓલ અને આયુષમાન ખુરાના આતુર બન્યા છે. આ ફિલ્મને ભારતની સૌથી મોટી વૉર પર આધારિત ફિલ્મ બનાવવામાં આવશે. એના માટે મેકર્સ કોઈ કચાશ બાકી નથી રાખવા માગતા.