Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : અનુપમાને અલવિદા કહ્યું તોશુએ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ : અનુપમાને અલવિદા કહ્યું તોશુએ અને વધુ સમાચાર

10 May, 2024 07:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુન બિજલાણીનું ક્રેડિટ કાર્ડ થયું હૅક , રેડ ક્રિકેટ બૉલથી પ્રેરિત છે જાહ્‍નવીનો ડ્રેસ અને વધુ સમાચાર

રૂપાલી ગાંગુલી અને આશિષ મેહરોત્રાની તસવીર

રૂપાલી ગાંગુલી અને આશિષ મેહરોત્રાની તસવીર


‘અનુપમા’માં તોશુનું પાત્ર ભજવનાર આશિષ મેહરોત્રાએ શો છોડી દીધો છે. તે હવે ‘ખતરોં કે ખિલાડી 14’માં જોવા મળવાનો હોવાની ચર્ચા છે. ‘અનુપમા’માં તેણે રૂપાલી ગાંગુલીના દીકરાનું પાત્ર ભજવ્યું હતું. તોશુ કૉલેજમાં ગોલ્ડ મેડલિસ્ટ હતો, ઘરનો પહેલો દીકરો હોવાથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. ત્યાર બાદ તે ઊંધા રસ્તે ચડી ગયો હતો. નશામાં રહેતો હતો. ભાગીને લગ્ન કરનાર પ્રેમી, સાસુનો ગુલામ તેમ જ ઘરજમાઈ અને એક પ્રેમાળ ભાઈ જેવા ઘણા શેડ્સ તેના પાત્રમાં હતા. તેનું પાત્ર એવું હતું જેને દર્શકો નફરત કરે. આ નફરતમાં પણ દર્શકોનો પ્રેમ તેને મળ્યો હતો. આ શો છોડતાં તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો.

અર્જુન બિજલાણીનું ક્રેડિટ કાર્ડ થયું હૅક

અર્જુન બિજલાણીનું ક્રેડિટ કાર્ડ હૅક થઈ ગયું છે. કાર્ડ હૅક થયા બાદ કેટલાંક ટ્રાન્ઝૅક્શન પણ કરવામાં આવ્યાં છે. આ ટ્રાન્ઝૅક્શન તેના ધ્યાનમાં આવતાં તેણે તરત જ કાર્ડને બ્લૉક કરાવી દીધો હતો. તે હાલમાં ઝીટીવી પર આવતા ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’માં જોવા મળી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ હૅક થયા બાદ તેણે સાઇબર સેલમાં ફરિયાદ કરી છે. તેને આશા છે કે સાઇબર પોલીસ તેના પૈસા રિકવર કરી આપશે. અર્જુને તેના ફૅન્સને પણ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન અને ફ્રૉડથી બચવા માટે સોશ્યલ મીડિયા પર વિનંતી કરી છે.

રેડ ક્રિકેટ બૉલથી પ્રેરિત છે જાહ્‍નવીનો ડ્રેસ

જાહ્‍નવી કપૂરે પહેરેલો આ ડ્રેસ રેડ ક્રિકેટ બૉલથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે. તે હાલમાં રાજકુમાર રાવ સાથેની ‘મિસ્ટર & મિસિસ માહી’ને પ્રમોટ કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી ક્રિકેટની આસપાસ ફરે છે. આથી જાહ્‍નવીએ પહેરેલો ડ્રેસ એનાથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો. રેડ ક્રિકેટ બૉલના લેધર પર જે રીતે ટાંકા લેવામાં આવ્યા હોય છે એવા જ ટાંકા જાહ્‍નવીએ જે ડ્રેસ પહેર્યો છે એની બૅકસાઇડ પર જોવા મળી રહ્યા છે.

સોનાક્ષીને પોતાની દીકરી સમજે છે રેખા

સોનાક્ષી સિંહાને રેખા પોતાની દીકરી સમજે છે. શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની દીકરી છે સોનાક્ષી. રેખા અને શત્રુઘ્ન સિંહાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એથી જ સોનાક્ષી નાની હતી ત્યારથી રેખા તેને ઓળખે છે. આ વિશે વાત કરતાં સોનાક્ષી કહે છે, ‘રેખાજીએ મારી મમ્મીને કહ્યું હતું કે તેઓ મારી બીજી મમ્મી છે. હાલમાં જ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં અમે સાથે હતાં ત્યારે રેખાજીએ મારી સામે મમ્મીને કહ્યું કે ‘સોનાક્ષી મારી દીકરી છે, તારી નહીં.’ તેઓ મને એટલોબધો પ્રેમ કરે છે.’

બર્થ-ડે પર નવી ફિલ્મની જાહેરાત કરી વિજય દેવરાકોન્ડાએ

વિજય દેવરાકોન્ડાનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. એનું કામચલાઉ ટાઇટલ ‘VD 14’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એ પોસ્ટરમાં કોઈ રાજાની પ્રતિમા દેખાય છે. એના પર ‘ધ લેજન્ડ ઑફ ધ કર્સ્ડ લૅન્ડ - ૧૮૫૪-૧૮૭૮’ લખેલું છે. ફિલ્મ વિશે વધુ માહિતી નથી મળી શકી. 

માથા પર વાગ્યું હોવા છતાં કેમ હસી રહી છે કાજોલ?

કાજોલના હાલમાં કેટલાક ફોટો વાઇરલ થયા છે જેમાં તેને કપાળ પર વાગેલું દેખાઈ રહ્યું છે. તેને વાગ્યું હોવા છતાં તે હસતી જોવા મળી રહી છે. જોકે આ તેને સાચે નથી વાગ્યું. તે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને આ સેટ પરનો તેનો લુક વાઇરલ થયો છે. તેના પતિ અજય દેવગન ફિલ્મ્સ દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ તેની હૉરર ફિલ્મ ‘માં’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


બ્લાઇન્ડ વ્યક્તિના રોલમાં દેખાશે સૈફ અલી ખાન?

ફિલ્મમેકર પ્રિયદર્શનની આગામી ફિલ્મમાં બ્લાઇન્ડ વ્યક્તિના રોલમાં સૈફ અલી ખાન દેખાય એવી શક્યતા છે. આ થ્રિલર ફિલ્મનો આ રોલ સૈફને ખૂબ પસંદ પડ્યો છે અને તેણે હામી પણ ભરી દીધી છે. આ હિન્દી ફિલ્મ હજી શરૂઆતના સ્ટેજમાં છે. એનું શૂટિંગ જુલાઈમાં શરૂ કરવામાં આવશે. ૪૦ દિવસનું શેડ્યુલ 
સ્ટાર્ટ-ટુ-ફિનિશ રહેશે. આ હિન્દી થ્રિલરમાં સૈફને લીડ રોલમાં લેવા માટે પ્રિયદર્શન પણ ઉત્સુક છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને હવે ફિલ્મના અન્ય ઍક્ટર્સને કાસ્ટ કરવાનું બાકી છે. ટૂંક સમયમાં આ ફિલ્મની જાહેરાત કરવામાં  આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK