“દક્ષિણ ભારતીયો દેખાય છે આફ્રિકન્સ જેવા” સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કરી ટીકા Description - લોકસભા ચૂંટણી નિમિતે તેલંગણાના વારંગલમાં સભાને સંબોધતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને સામ પિત્રોડાના રંગભેદી નિવેદન પર ટીકા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, "હું વિચારી રહ્યો હતો કે દ્રૌપદી મુર્મુની પ્રતિષ્ઠા ખૂબ જ સારી છે અને તેઓ આદિવાસી પરિવારના પુત્રી છે, તેમ છતાં કૉંગ્રેસ તેમને હરાવવા માટે આટલા પ્રયત્નો કેમ કરી રહી છે?, પરંતુ હવે મને તેનું કારણ સમજાયું. મને ખબર પડી કે અમેરિકામાં એક કાકા છે જે `શહેજાદા`ના ફિલોસોફિકલ ગાઈડ છે અને `શહેજાદા` પણ થર્ડ અમ્પાયરની જેમ તેમની સલાહ લે છે. આ ફિલોસોફિકલ કાકાએ કહ્યું કે “જેમની ત્વચા કાળી છે તે આફ્રિકાના છે. તેમના આ નિવેદનનો અર્થ એમ થાય છે કે તેમણે દેશના અનેક લોકોની ત્વચાના રંગના આધાર પર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે”, એવું પીએમ મોદીએ કહ્યું હતું.