Akshaya Tritiya 2024: આજનાં દિવસે એવા કેટલાક કામોથી ખૂબ જ દૂર રહેવું જોઈએ કે જે ધનની દેવી લક્ષ્મીને ગમતા નથી.
દેવી લક્ષ્મીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણો કે વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ
- આ દિવસે ઘરમાં સફાઈ ન કરવાથી નકારાત્મકતા અને ગરીબી આવી શકે છે
- અક્ષય તૃતીયાના શુભ દિવસે કોઈ જ અનૈતિક કામ ન કરવું
આજે દેશભરમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)નો સરસ માહોલ જામેલો છે. ત્યારે સૌ કોઈ તેની પૂજાઅર્ચના કરવામાં જોડાઈ ગયા છે. આજનો આ દેવસ તો મોટેભાગે લોકો લોકો પોતાના ઘરમાં ધનભંડાર બરકરાર રહે તે માટે પ્રાર્થના કરતાં હોય છે. આજનાં દિવસે સૌ સોનું, ચાંદી અને અન્ય ઘણી કિંમતી વસ્તુઓની ખરીદી પણ કરતાં હોય છે. છતાં આજે એવી પણ કેટલીક બાબતો છે જેનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જો એ કરવામાં આવે છે તો દેવી લક્ષ્મી રિસાઈ જતાં હોય છે.
આજનાં દિવસે એવા કેટલાક કામોથી ખૂબ જ દૂર રહેવું જોઈએ કે જે ધનની દેવી લક્ષ્મીને ગમતા નથી. જો તે કરવામાં આવે છે તો દેવી નારાજ કરી શકે છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓ સર્જાય છે. તો આવો જાણીએ કે આજે અક્ષય તૃતીયા પર કઈ બાબતોથી બચવું જોઈએ? અને શું ન કરવું જોઈએ?
ADVERTISEMENT
આ વસ્તુઓ ન ખરીદો- ધેન રહે કે આજના દિવસે (Akshaya Tritiya 2024) મોટેભાગે સોનું ખરીદવાની પરંપરા છે, પરંતુ આ દિવસે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણો કે વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ, એની પાછળ કારણ એ જ છે કે આ વસ્તુઓ રાહુની અસરમાં હોય છે. અને તેને ખરીદવાથી નકારાત્મકતા આવે છે અને ઘરમાં ગરીબી ખેંચાઇ આવે છે.
આજે કોઈને ઉધારીનો એક પણ પૈસો ન આપવો- તમને જણાવી દઈએ કે આજનાં દિવસે કોઈને પણ પૈસા ઉધાર આપવા ન જોઈએ, કારણકે આમ કરવાથી ઘરની સમૃદ્ધિ અને ધન કોઈ બીજાને જાય છે.
આજે ઘર રાખો સાફ- આજે અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024) હોવાથી ઘરને એકદમ નવું અને સ્વચ્છતા રાખવું જોઈએ. આજે દેવી લક્ષ્મી ઘરમાં પધરામણી કરતાં હોય છે માટે જો તેમને ગંદકી દેખાય તો તે કોપાયમાન થઈ શકે છે. આ દિવસે ઘરમાં સફાઈ ન કરવાથી નકારાત્મકતા અને ગરીબી આવી શકે છે.
નોનવેજ કે મદ્યપાન ન કરવું – જે લોકોને માંસ અને દારૂની ટેવ હોય તેઓએ ખાસ ધ્યાન રાખવું કે આજે ડુંગળી, લસણ, માંસ અને દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી નકારાત્મકતા, પીડા, ગરીબી અને દુ:ખ વધે છે. આજે માત્ર સાત્વિક ભોજન ખાવું જોઈએ. અને ખવડાવવું પણ જોઈએ.
અનૈતિક કામ પણ ન કરવા જોઈએ- જેમ સાત્વિક ભોજનની સલાહ આપવામાં આવે છે તેમ જ અક્ષય તૃતીયાના શુભ દિવસે કોઈ જ અનૈતિક કામ ન કરવું. જુગાર હોય કે પછી છેતરપિંડી વગેરે ન કરવું જોઈએ.
ઉપરોક્ત બબતો કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. માટે જ આજે (Akshaya Tritiya 2024) આ કેટલીક એવી બાબતો છે તેનાથી દૂર રહેવું જોઈએ.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલ વિગતો મહિતીપ્રધાન હોઇ ગુજરાતી મિડ-ડે એની પુષ્ટિ કરતું નથી.)