Mumbai Crime: નવી મુંબઈમાં બનેલી ઘટનામાં કૅબ ડ્રાઈવરે મહિલાની હત્યા કરી નદીમાં ફેંકી દીધી હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra) માં નવી મુંબઈ (Navi Mumbai) માં ક્રાઈમ (Mumbai Crime) ની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક કેબ ડ્રાઈવરને લગ્ન માટે જબરજસ્તી કરતી મહિલાની, કૅબ ડ્રાઈવરે જ હત્યા કરી છે. આ મામલે કૅબ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
નવી મુંબઈ પોલીસ (Navi Mumbai Police) એ એક કૅબ ડ્રાઈવરની મહિલાની હત્યા કરવાના સંબંધમાં ધરપકડ કરી હતી. આ કૅબ ડ્રાઈવરને તે મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી, તેવી માહિતી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે, ૨૫ એપ્રિલે સવારે નવી મુંબઈના ઉરણ (Uran) વિસ્તારમાં ચિરનર-ખારપાડા (Chirner-Kharpada) ની બાજુમાં ૨૭ વર્ષીય મહિલાની ધાબળામાં વીંટાળેલી અને સુકાઈ ગયેલી, સડી ગયેલી લાશ તાલેખાર (Talekhar) ખાતે નદીમાંથી મળી આવી હતી.
ADVERTISEMENT
ત્યારબાદ નવી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સહિત ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) ની કલમ ૩૦૨ (હત્યા) સહિત વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, તેમ ઉરણ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સતીશ નિકમ (Satish Nikam) એ જણાવ્યું હતું.
આ કેસની તપાસ કરતી વખતે, પોલીસને ૧૮ એપ્રિલના રોજ પડોશી માનખુર્દ પોલીસ સ્ટેશન (Mankhurd Police Station) ની હદમાંથી ગુમ થયેલી એક મહિલા વિશે માહિતી મળી. ત્યારે તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યું કે ઉરણમાં મળેલો મૃતદેહ ગુમ થયેલ મહિલાનો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહિલા મુંબઈના નાગપાડા (Nagpada) ના રહેવાસી (જે આરોપી છે) ૨૮ વર્ષીય ટેક્સી ડ્રાઈવર સાથે પ્રેમમાં હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા તેને તેની સાથે લગ્ન કરવા દબાણ કરી રહી હતી પરંતુ તેણે ના પાડી હતી જેના કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો.
પોલીસે માહિતી આપતા કહ્યું કે, ૧૮ એપ્રિલની સાંજે આરોપી કૅબ ડ્રાઈવરએ મહિલાને માનખુર્દથી પોતાની સાથે લીધી અને તેને તેની કારમાં થાણે (Thane) જિલ્લાના કલ્યાણ (Kalyan) વિસ્તારમાં ખડવલી (Khadavli) લઈ ગયો. ત્યારબાદ કૅબ ડ્રાઈવરે, ૧૯ એપ્રિલે સવારે એક વાગે મહિલાની હત્યા કરીને તેની લાશને નાળામાં ફેંકી દીધી હતી.
ત્યારપછી ગઈકાલે શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીએ ૨૯ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા હતા, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું.
દરમિયાન અન્ય એક ઘટનામાં, મહારાષ્ટ્રના નાગપુર (Nagpur) માં એક મહિલાની પ્રોપર્ટી ડીલરની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, આ મહિલા તે પ્રોપર્ટી ડિલર સાથે રિલેશનશિપમાં હતી. મહિલાએ તેને પ્રાઈવેટ પાર્ટ પર માર મારીને તેની હત્યા કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી છે.