Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તળ મુંબઈના નાગદેવી માર્કેટમાં નવી પેઢી નવી ટેક્નૉલૉજીના સથવારે આગળ ‍વધી રહી છે

તળ મુંબઈના નાગદેવી માર્કેટમાં નવી પેઢી નવી ટેક્નૉલૉજીના સથવારે આગળ ‍વધી રહી છે

13 May, 2024 06:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમારાં અનુભવ અને આવડત, જ્યારે તેમનાં નૉલેજ અને ટેક્નૉલૉજીના સથવારે ધંધો વધી રહ્યો છે.        

પ્રતીકાત્મક તસવીર

મન્ડે સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


તળ મુંબઈના હાર્દ સમા નાગદેવી માર્કેટમાં આવેલા અમારા ધ એન્જિનિય​રિંગ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્ટોર મર્ચન્ટ્સ અસોસિએશનને ૯૦ વર્ષ થયાં. મશીનરી અને મશીનરી ટૂલ્સના ટ્રેડિંગ અને સપ્લાય સાથે સંકળાયેલું અમારું માર્કેટ વર્ષો જૂનું હોવાથી દેશભરમાં અહીંથી માલ સપ્લાય થાય છે. અમારા અસોસિએશનના ૬૦૦ મેમ્બર્સ છે. અમને આમ માર્કેટમાં સરકાર સાથે કે સરકારી પૉલિસીઓ સાથે કોઈ ખાસ સમસ્યા નથી. સમજો એવું કાંઈ લાગે તો અમે કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને ઈ-મેઇલ કરીએ છીએ અને જણાવીએ છીએ તો તેઓ એના પર ઍક્શન લઈ એ સમસ્યાનો ઉકેલ કાઢી આપે છે. વી આર હૅપી વિથ ધિસ મોદી સરકાર, કામ કરનેવાલી સરકાર. 

હવે અમારે ત્યાં નવી જનરેશન આવતી જાય છે, જે કામ પર જ ફોકસ કરે છે. એ લોકો એટલા બધા ફોકસ્ડ છે કે નવા આઇડિયા, ડિજિટલ માર્કે​ટિંગ, નવી પ્રોડક્ટ્સ, નવાં પ્લૅટફૉર્મ પર તેમની નજર હોય છે. મોદીજીએ જે GeM (ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ) પોર્ટલ ચાલુ કર્યું છે એનો તેઓ ઉપયોગ કરતા થયા છે. આમ તેઓ નવા-નવા ડેવલપમેન્ટથી પણ અપડેટેડ રહેતા હોવાના કારણે ધંધો વધ્યો છે અને એક્સપોર્ટ પણ વધી રહ્યું છે. સમયના પરિવર્તનને એ લોકો અપનાવી રહ્યા છે. જે લોકો બદલાતા સમય સાથે ટેક્નૉલૉજીને અપનાવશે એ ટકી જશે અને જે એ નહીં સ્વીકારે એ આઉટડેટેડ થઈ જશે, માર્કેટમાંથી ફેંકાઈ જશે. એ ખરું કે હવે હરીફાઈ બહુ વધી ગઈ છે અને જ્યાં ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં બીજાં નાનાં-નાનાં સેન્ટર ડેલવપ થઈ રહ્યાં છે. જોકે એમ છતાં નાગદેવી સર્વાઇવ થઈ જ રહ્યું છે. કૉમ્પિટિશનને કારણે માર્જિન ઓછાં થઈ ગયાં છે. અમારા માર્કેટમાં ઘણીબધી આઇટમો હોવાથી બધા પોતપોતાની રીતે ધંધો કરતા હોય છે. કોઈ રેગ્યુલર આઇટમમાં ઓછા માર્જિન સાથે તો કોઈ યુનિક આઇટમમાં ઓછા વેચાણે વધુ નફો કરી લેતા હોય છે.  આજકાલ ચાઇનાથી ઘણો માલ આવી રહ્યો છે એની ના નહીં, પણ આપણો સ્વદેશી ઇન્ડિયન માલ ક્વૉલિટીમાં એના કરતાં સારો જ હોય છે. ઇન્ડિયન ટૂલ્સ મૅન્યુફૅક્ચરર ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ નથી કરતા એથી તેમને પણ ધંધો મળી રહે છે. ચાઇનીઝ માલ ડમ્પ કરીને સસ્તો વેચાય તો એની સામે આપણો માલ પણ વેચાય છે. નાગદેવી માર્કેટમાં ઑલઓવર ઇન્ડિયાથી ઑર્ડર્સ આવે છે. અહીંના વેપારીઓ જેટલો સ્ટૉક રાખે છે એટલો સ્ટૉક બહારના વેપારીઓ નથી રાખતા. અહીંના વેપારીઓ મોટી રેન્જ રાખે છે, ડિસ્કાઉન્ટ ઑફર કરે છે એ બીજા સેન્ટરના વેપારીઓ ઑફર નથી કરી શકતા. અમારાં કંપનીઓ સાથેનાં વર્ષોનાં રિલેશન અને સાથે ક્વૉલિટી માલ સપ્લાય કરવાના કારણે આ શક્ય બને છે.  


અમારી સમસ્યા એ છે કે નાગદેવીનાં આ બિલ્ડિંગો હવે વર્ષો જૂનાં થતાં જાય છે. અમારા મટીરિયલ, નટ બોલ્ટથી માંડીને બધું જ બહુ હેવી હોય છે. નવી જનરેશન અહીં પ્રિફર નથી કરતી, એ લોકો હવે લોઅર પરેલ કે પછી અંધેરીમાં ગાળા રાખી એમાં શિફ્ટ થાય છે. એ લોકોને ત્યાં છૂટથી લોડિંગ-અનલો​ડિંગ કરવા મળે છે. માલ પણ વધુ સ્ટૉક કરી શકાય છે. પાર્કિંગની પણ અહીં જેવી સમસ્યા નથી હોતી. આમ નવી જનરેશન હવે નવા વિચારો સાથે આગળ વધે છે. અમે અહીં નાગદેવી સંભા‍ળીએ અને અમારી બીજી પેઢી સબર્બ્સમાંથી ઑપરેટ કરે છે. અમારાં અનુભવ અને આવડત, જ્યારે તેમનાં નૉલેજ અને ટેક્નૉલૉજીના સથવારે ધંધો વધી રહ્યો છે.        

અહેવાલ : સંદીપ શાહ
લેખક ધ એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્ટોર મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK