Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Johnson and Johnsonને બૉમ્બે હાઈકૉર્ટમાં રાહત, આ મામલે મળી પરવાનગી, જાણો વિગતે

Johnson and Johnsonને બૉમ્બે હાઈકૉર્ટમાં રાહત, આ મામલે મળી પરવાનગી, જાણો વિગતે

11 January, 2023 06:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) જૉનસન એન્ડ જૉનસન કંપનીને પોતાનો બેબી પાઉડર (Johnson & Johnson Baby Powder) બનાવવા, વહેંચવા અને વેચવાની પરવાનગી આપતા કંપનીનું લાઈસન્સ રદ કરવા સહિત મહારાષ્ટ્ર સરકારના ત્રણ આદેશોને બુધવારે રદ કરી દીધા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જૉનસન એન્ડ જૉનસનને (Johnson and Johnson) બૉમ્બે હાઇકૉર્ટમાંથી (Bombay High Court) રાહત મળી છે. બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) જૉનસન એન્ડ જૉનસન કંપનીને પોતાનો બેબી પાઉડર (Johnson & Johnson Baby Powder) બનાવવા, વહેંચવા અને વેચવાની પરવાનગી આપતા કંપનીનું લાઈસન્સ રદ કરવા સહિત મહારાષ્ટ્ર સરકારના ત્રણ આદેશોને બુધવારે રદ કરી દીધા. કૉર્ટે રાજ્ય સરકારના આદેશને `કઠોર, અતાર્કિક તેમજ અયોગ્ય` જાહેર કર્યા.

ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ એસ. જી. દિગેની પીઠે ડિસેમ્બર 2018માં જપ્ત કરવામાં આવેલા કંપનીના બેબી પાઉડરના નમૂનાના ટેસ્ટિંગમાં મોડું કરવા માટે તેમજ ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)ને પણ ફટકાર્યા છે. ખંડપીઠે કહ્યું કે કૉસ્મેટિક ઉત્પાદો માટે ગુણવત્તા અને સુરક્ષા સંબંધી માનદંડોને જાળવી રાખવું ખૂબ જ મહત્વનું છે, પણ કોઈ એક પ્રૉડક્ટમાં તે સામાન્ય આડુંઅવળું થાય તો સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવી યોગ્ય નથી. આ પ્રકારના દ્રષ્ટિકોણના પરિણામે `વ્યાવસાયિક અરાજકતા અને અપવ્યય`ની સ્થિતિ પેદા થશે.



કેમ રદ થયું હતું લાઈસન્સ?
લાઈસન્સનું સસ્પેન્શન અને આને રદ કરવાના આદેશ એક પ્રયોગશાળાના રિપૉર્ટના આધારે પાસ કરવામાં આવ્યા હતા, જેમાં મળ્યું કે પાઉડરમાં પીએચનું સ્તર નક્કી કરાયેલ માપદંડ કરતા વધારે હતું. કૉર્ટે બુધવારે પોતાના આદેશમાં કહ્યું કે નવા પરીક્ષણો પરથી ખબર પડી છે કે બેબી પાઉડર ઉત્પાદના બધા બૅચ નક્કી કરાયેલ માપદંડ પ્રમાણે હતા. પીઠે રાજ્ય સરકારના ત્રણ આદેશોની પડકાર આપનારી કંપનીની એક અરજી પર આ આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે 15 સપ્ટેમ્બર, 2022ના લાઈસન્સ રદ કર્યો હતો, જ્યારે બેબી પાઉડરના પ્રૉડક્ટના નિર્માણ અને વેચાણ પર તત્કાલ પ્રભાવે સ્ટે મૂકવાનો આદેશ 20 સપ્ટેમ્બર, 2022ના જ આપવામાં આવ્યો હતો. રાજ્યના મંત્રીએ ત્રીજો આદેશ 15 ઑક્ટોબર, 2022ના જાહેર કર્યો હતો અને પહેલાના બન્ને આદેશ જાળવી રાખ્યા હતા.


કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું, "કાર્યપાલિકા એક કીડીને મારવા માટે હથોડાનો ઉપયોગ ન કરી શકે. શું આ હંમેશાં જરૂરી છે કે જ્યારે કોઈ પ્રૉડક્ટનું ઉત્પાદન તેના નક્કી કરેલા માપદંડો કરતા થોડું પણ જૂદું હોય, તો નિયામક પ્રાધિકરણ પાસે એકમાત્ર વિકલ્પ છે કે કંપનીનું લાઈસન્સ રદ કરી દેવું?" પીઠે કહ્યું, "આ અમને ખૂબ જ કડક લાગે છે. એવું લાગે છે કે કાર્યપાલિકાની કાર્યવાહીમાં ઉણપ અથવા અતાર્કિકતા છે. એવું પણ નથી, કે જેનાથી એફડીએએ અરજીકર્તા કંપનીના અન્ય કોઈ પ્રૉડક્ટ માટે અથવા કોઈ અન્ય કંપની માટે આ પ્રકારનું વલણ અપનાવ્યું હોય"

આ પણ વાંચો : Britain: મૂળે ભારતીય ગુજરાતી ડૉક્ટર પર મૂકાયો 28 મહિલાઓના શારીરિક શોષણનો આરોપ


એફડીએને પડી ફટકાર
ઉચ્ચ ન્યાયાલયે પોતાની વ્યવસ્થામાં સરકારી આદેશોને રદ કરી દીધા અને કંપનીને બેબી પાઉડર પ્રૉડક્ટના નિર્માણ, વહેંચાણ અને વેચાણની પરવાનગી આપી દીધી. કૉર્ટે ડિસેમ્બર 2018માં જપ્ત કરવામાં આવેલા કંપનીના બેબી પાઉડરના નમૂનાની તપાસમાં મોડું કરવા માટે એફડીએને પણ જબરજસ્ત ફટકાર લગાડી. કંપની પ્રમાણે, સેમ્પલની તપાસ ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી. પીઠે કહ્યું કે આ વિલંબ, "અયોગ્ય, અસ્વીકાર્ય અને મનમરજી"વાળું છે અને કાયદાથી જૂદું છે. કૉર્ટે કહ્યું, "વર્ષ 2018માં જ્યારે સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યો હતો, ત્યારથી લઈને 2022માં લાઈસન્સ રદ કરવા સુધી કંપની પોતાના પ્રૉડક્ટનું નિર્માણ અને વેચાણ કરતી રહી. એફડીએ જેવું `વૉચડૉગ` હોવું જરૂરી છે, પણ આણે પોતાનું કામ કરવું જોઈએ. જ્યારે સેમ્પલના ટેસ્ટમાં મોડું થાય છે તો આનો હેતુ સિદ્ધ થતો નથી."

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, IIT, NITમાં પ્રવેશ પર શિક્ષણ મંત્રાલયે આપી રાહત

કૉર્ટે કહ્યું કે કાયદાની કલમો હેઠળ એફડીએ માટે `વધારે વિસ્તૃત દ્રષ્ટિકોણ` ઉપલબ્ધ રહેશે. આમાં કહેવાયું, "આપણે આ સ્વીકારવું યોગ્ય નથી લાગતું કે જે ક્ષણે કોઈ પ્રૉડક્ટ નક્કી કરેલા માપદંડોથી જૂદું નીવ઼ે ત્યારે એકમાત્ર શક્ય પરિણામ બધા પ્રૉડક્શનને બંધ કરવાનું છે." તેમણે આગળ કહ્યું કે એફડીએના આ પ્રકારના દ્રષ્ટિકોણને પરિણામસ્વરૂપ વ્યાપક રીતે વાણિજ્યિક અરાજકતા અને અપવ્યયની સ્થિતિ પેદા થશે. કોલકાતામાં કેન્દ્રીય ટેસ્ટ લેબના એક રિપૉર્ટના આધારે એફડીએના સંયુક્ત અધિકારી અને લાઈસેન્સિંગ પ્રાધિકરણ દ્વારા લાઈસન્સ સસ્પેન્ડ અને રદ કરવાના આદેશ પણ પાસ કરવામાં આવ્યા હતા, કારણકે પાઉડરમાં પીએચનો સ્તર નક્કી માપદંડ કરતા વધારે હતો. ડિસેમ્બર 2022માં, ઉચ્ચ ન્યાયાલયે એક ઈન્ટરિમ આદેશમાં કંપનીને પોતાનો પ્રૉડક્ટ બનાવવાની પરવાનગી આપી હતી, પણ આને વહેંચવાની કે વેચવાની પરવાનગી આપી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 06:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK