Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત જન્મદિવસે પાછો ફ્લૉપ

રોહિત જન્મદિવસે પાછો ફ્લૉપ

01 May, 2024 06:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં ૩૦ એપ્રિલે છેલ્લી ૪ ઇનિંગ્સમાં દર વખતે પાંચ બૉલમાં ૧-૨-૩-૪ રન બનાવ્યા

રોહિત શર્માની તસવીર

IPL 2024

રોહિત શર્માની તસવીર


રોહિત શર્મા ગઈ કાલે પોતાની ૩૭મી વર્ષગાંઠ પર ફ્લૉપ રહ્યો હતો. ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરવા ઊતરી હતી. બર્થ-ડે બૉય રોહિત શર્મા માત્ર ૪ રન કરીને મોહસિન ખાનની ઓવરમાં માર્કસ સ્ટૉઇનિસના હાથે કૅચઆઉટ થયો હતો. આ પહેલાં પણ તે ૩૦ એપ્રિલે પોતાના બર્થ-ડેએ IPLમાં ફ્લૉપ રહ્યો હતો. ૨૦૧૪માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧ રન, ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજસ્થાન રૉયલ્સ સામે અનુક્રમે ૨ અને ૩  રન બર્થ-ડેના દિવસે બનાવી શક્યો હતો. રસપ્રદ વાત એ હતી કે બર્થ-ડેના દિવસે રમાયેલી છેલ્લી ચારેચાર IPL ઇનિંગ્સમાં તે માત્ર પાંચ બૉલ રમ્યો હતો. રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ અને મુંબઈની ટીમની હાજરીમાં કેક કટ કરીને બર્થ-ડેની ઉજવણી કરી હતી. 

જન્મદિવસે રોહિત શર્માની છેલ્લી ચાર IPL ઇનિંગ્સ 

રન

બૉલ

વિરોધી ટીમ

વર્ષ

હૈદરાબાદ

૨૦૧૪

રાજસ્થાન

૨૦૨૨

રાજસ્થાન

૨૦૨૩

લખનઉ

૨૦૨૪


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK