Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈન્ડિયા ગઠબંધનના મેનિફેસ્ટોને લઈને પીએમ મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન

ઈન્ડિયા ગઠબંધનના મેનિફેસ્ટોને લઈને પીએમ મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન

30 April, 2024 06:19 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એસટી-એસટી-ઓબીસી આરક્ષણ મુદ્દે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધવાની સાથે વિપક્ષમાં ચાલી રહેલા પરિવારવાદ પર પણ ટીકા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. કૉંગ્રેસ સત્તામાં આવશે તો ઓબીસી સમાજનું જીવવું મુશ્કેલ બનાવશે : પીએમ મોદી
  2. ઈન્ડિયા ગઠબંધનમાં દર વર્ષે નવા વડા પ્રધાન બનશે : પીએમ મોદી
  3. વિપક્ષના પરિવારવાદને દેશે નકાર્યો છે : વડા પ્રધાન

લોકસભાની ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 400 કરતાં વધુ બેઠક  જીતવાના લક્ષ્યાંકને મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ એસસી-એસટી અને ઓબીસી આરક્ષણ મુદ્દે ફરી એક વખત કૉંગ્રેસને ઘેરી હતી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ એસસી અને એસટીના આરક્ષણ પર તલવાર લટકાવી રહી છે તેમ જ તે ઓબીસી સમાજનું જીવવું પણ મુશ્કેલ બનાવી દેશે.

પીએમ મોદીએ ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા ગઠબંધન (વિપક્ષી દળોનું જૂથ)ના વડા પ્રધાન પદના ચહેરા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે જો ઈન્ડિયા ગઠબંધનની સરકાર ચૂંટાઈને આવી તો પીએમ બનવા માટે રોટેશન સિસ્ટમ થશે અને પાંચ વર્ષ સુધી વડા પ્રધાન પદ માટેનું શપથ ગ્રહણ કાર્યક્રમ જ ચાલતો રહેશે. ભારતે 30 વર્ષ સુધી અસ્થિરતા અને યુતિની સરકારને જોઈ છે.



વડા પ્રધાન મોદીએ થોડા સમય પહેલા તેમના ભાષણમાં કૉંગ્રેસ લોકોની સંપતિ મુસલમાનોને વહેંચવાની છે, એવો દાવો પણ કર્યો હતો. મોદીએ આ અંગે કહ્યું હતું કે શું ચૂંટણીમાં રાજકીય પક્ષોનો મેનિફેસ્ટો માત્ર શો-પીસ માટે હોય છે?, મીડિયાએ દરેક પક્ષોના મેનિફેસ્ટોની તપાસ કરવી જોઈએ. કૉંગ્રેસને મેનિફેસ્ટોમાં પણ લોકોની સંપતિ મુસલમાનોને આપવા બાબતે જ જણાવવામાં આવ્યું છે. તેમના (કૉંગ્રેસના)એક મહાશયે ભારતમાં ઇનહેરીટેન્સ ટૅક્સની વાત કરી હતી, પણ હું વિકાસ અને વિરાસતની વાત કરું છું અને તેઓ આ બારસાને લૂંટવાની અને વેલ્થ રિડિસ્ટ્રીબ્યુશનની વાત કરે છે. દેશવાસીઓને દેશ કઈ દિશાઆ આગળ જાઈ રહ્યો છે, એ કહેવું મારી જવાબદારી છે, એવું પણ પીએમ મોદીએ કહ્યું હતું.


Lok Sabha Election 2024માં ઈન્ડિયા ગઠબંધનમાં વડા પ્રધાન કોણ બનશે? એ અંગે પણ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી જીતશે તો પાંચ વર્ષમાં પાંચ પીએમ બનશે. દર વર્ષે નવા પીએમ અને નવી સરકાર બનશે, તે પછી શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલશે પાંચ વર્ષ અને શું થશે? દેશ પર અનેક સમસ્યાઓ આવશે અને તેમની શપથ ચાલતી રહેશે. આ પ્રકારે દેશ કેમ ચાલશે. દેશમાં 30 વર્ષ સુધી અસ્થિરતા લોકોએ જોઈ છે. અમારી સરકાર પાસે જનાદેશ છે અને તેમની મળેલી સરકાર પર કોઈ વિશ્વાસ નથી કરતું.

મહારાષ્ટ્રના રાજકારણ બાબતે મોદીએ કહ્યું હતું કે શિવસેના અને એનસીપીમાં હોબાળો થયો હતો તે બાબતથી સમજાય છે કે જ્યારે તમે પોતાના પરિવારને પ્રાથમિકતા આપો ત્યારે મુશ્કેલી તો નિર્માણ થશે જ. શરદ પાવરના ઘરમાં જ મુશ્કેલી છે. તે ભત્રીજા અને દીકરી વચ્ચે જ ઝઘડા ચાલી રહ્યા છે અને મને લાગે છે કે દેશ પાર્ટીના પરિવાર વચ્ચે ચાલતા ઝઘડાથી નફરત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 06:19 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK