Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇરાટ્ટા વિસ્મયમ : કેરલામાં ૧૫૦ ટ‍્વિન્સનું અનોખું ગેટ-ટુગેધર યોજાયું

ઇરાટ્ટા વિસ્મયમ : કેરલામાં ૧૫૦ ટ‍્વિન્સનું અનોખું ગેટ-ટુગેધર યોજાયું

01 May, 2024 08:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વૉટ્સઍપ-ગ્રુપથી શરૂ થયેલી આ કમ્યુનિટીમાં આજે ૩૦૦ જેટલા સભ્યો છે જેમાંથી કેટલાક વિદેશ સ્થાયી થયા છે.

ટ‍્વિન્સ કમ્યુનિટી

લાઇફ મસાલા

ટ‍્વિન્સ કમ્યુનિટી


સૌથી વધુ જોડિયાં બાળકો જે રાજ્યમાં છે એ કેરલામાં અનોખું ગેટ-ટુગેધર યોજાયું હતું. કલાડી શહેરના એક વૃદ્ધાશ્રમમાં ૧૫૦ જેટલાં ટ‍્વિન્સ ભેગાં થયાં હતાં. ઑલ કેરલા ટ‍્વિન્સ કમ્યુનિટી (AKTC)એ ‘ઇરાટ્ટા વિસ્મયમ ૨૪’ એટલે કે ‘ટ‍્વિન્સ વન્ડર 2024’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં ૩૮ આઇડેન્ટિકલ ટ‍્વિન્સની જોડી અને ત્રણ ટ્રિપ્લેટ્સની જોડી સામેલ હતી. ઇવેન્ટમાં AKTCના લગભગ બધા જ સભ્યો હાજર હતા. આ ટ‍્વિન્સ કમ્યુનિટીમાં જોડિયાં બાળકો વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને તેમના વિશિષ્ટ અનુભવો શૅર કરે છે. એક વૉટ્સઍપ-ગ્રુપથી શરૂ થયેલી આ કમ્યુનિટીમાં આજે ૩૦૦ જેટલા સભ્યો છે જેમાંથી કેટલાક વિદેશ સ્થાયી થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK