Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમ પાસ : ૪૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં તૈયાર કરવામાં આવ્યો કાંતારાનો સેટ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમ પાસ : ૪૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં તૈયાર કરવામાં આવ્યો કાંતારાનો સેટ અને વધુ સમાચાર

01 May, 2024 05:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડ્રિડમાં રેસ્ટોરાં શરૂ કરી ઈશા ગુપ્તાએ ,પતિને મિસ કરે છે પ્રીતિ , બૉલીવુડમાં શેફાલી શાહનાં બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી

‘કાંતારા’ ફિલ્મનો સીન

‘કાંતારા’ ફિલ્મનો સીન


૨૦૨૨માં આવેલી ‘કાંતારા’ની પ્રીક્વલ ‘કાંતારા: ચેપ્ટર ૧’ માટે ખૂબ જ મોટો સેટ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે અને એ ૨૦ દિવસનું શેડ્યુલ છે. આ માટે કર્ણાટકમાં ૪૦,૦૦૦ સ્ક્વેર ફુટનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ બનાવવા માટે મુંબઈ, બૅન્ગલોર અને હૈદરાબાદથી લગભગ ૬૦૦ મિસ્ત્રીને બોલાવવામાં આવ્યા હતા. રિષભ શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તે પોતે પણ કામ કરતો જોવા મળશે. આ સેટ પર કામ કરવા માટે તેની સાથે અન્ય ઍક્ટર્સ પણ ખાસ ટ્રેઇનિંગ લેશે

જબરી હિંમત

જાસ્મિન ભસીને હાલમાં સિંહ સાથે પોઝ આપ્યો છે. ‘બિગ બૉસ 14’માં જોવા મળનારી અને ‘નાગિન 4’ જેવા શો કરનારી જાસ્મિન તેની અલી ગોની સાથેની રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં હતી. તે હાલમાં મૉરિશ્યસમાં આવેલા કૅસેલા વાઇલ્ડલાઇફ પાર્ક ઍન્ડ નેચર રિઝર્વમાં વેકેશન માણી રહી છે. એ દરમ્યાન તે સિંહની બાજુમાં ઊભી રહીને એને પકડીને ફોટો પડાવતી જોવા મળી રહી છે.

મેડ્રિડમાં રેસ્ટોરાં શરૂ કરી ઈશા ગુપ્તાએ

ઈશા ગુપ્તા હવે રેસ્ટોરાંના બિઝનેસમાં આવી ગઈ છે. ‘આશ્રમ 3’ માટે જાણીતી ઈશાએ  સ્પેનના મેડ્રિડમાં કાસા સેલસાસ નામની રેસ્ટોરાં શરૂ કરી છે. આ એક લક્ઝુરિયસ રેસ્ટોરાં છે જેમાં મેડ્રિડની વાનગી સાથે દુનિયાભરની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેનિસ-સ્ટાર રાફેલ નડાલની કંપની મૅબલ કૅપિટલની સહ-કંપની મૅબલ હૉસ્પિટલિટી સાથે ઈશાએ પાર્ટનરશિપ કરી છે. આ કંપની ઈશાની રેસ્ટોરાંનું મૅનેજમેન્ટ કરશે. એ વિશે ઈશા કહે છે, ‘મેડ્રિડ દુનિયાભરમાં ખૂબ ફેમસ છે અને ત્યાં એક રેસ્ટોરાં શરૂ કરવી એ એક સપના જેવું છે. હું ફૂડને લઈને હંમેશાં ખૂબ પૅશનેટ રહી છું. લોકોને એક સારો અનુભવ આપવા માટે હું ખૂબ ઉત્સુક છું.’

પતિને મિસ કરે છે પ્રીતિ
પ્રીતિ ઝિન્ટા તેના હસબન્ડ જીન ગુડઇનફને મિસ કરી રહી છે. પ્રીતિ ઇન્ડિયન પ્રીમિયર લીગની પંજાબ કિંગ્સની કો-ઓનર છે. IPLની મૅચિસ ચાલી રહી છે. પ્રીતિએ તેના હસબન્ડ સાથેના કેટલાક યાદગાર ફોટો અને વિડિયોનો કોલાજ શૅર કર્યો છે. એ વિડિયોના બૅકગ્રાઉન્ડમાં ‘અમર સિંહ ચમકીલા’નું ગીત ‘તૂ ક્યા જાને’ પ્લે થઈ રહ્યું છે. એ ફોટો અને વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ કૅપ્શન આપી : પતિ પરમેશ્વર, તને મિસ કરી રહી છું. 

ઍક્શનની તૈયારી કરી રહ્યો છે સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીએ બરફમાં બેઠો હોય એવો તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તે હાલમાં ‘ડાન્સ દીવાને 4’ને જજ કરી રહ્યો છે. કૅનેડિયન-અમેરિકન સ્ટુડિયો લાયન્સગેટની ઇન્ડિયન કંપની લાયન્સગેટ ઇન્ડિયાના પ્રોજેક્ટમાં તે કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ વિશે તેણે કોઈ માહિતી નથી આપી. જોકે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીલ શેટ્ટીએ કૅપ્શન આપી હતી, ‘લાયન્સગેટ ઇન્ડિયા સાથેના મારા નવા એક્સાઇટિંગ પ્રોજેક્ટનો આ નવો લુક છે. ફરી ‘ઍક્શન’ મોડમાં આવવા માટે આતુર છું.’



બૉલીવુડમાં શેફાલી શાહનાં બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી

શેફાલી શાહનાં બાળકોને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. શેફાલી શાહે ૧૯૯૪માં હર્ષ છાયા સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૦માં ડિવૉર્સ બાદ તેણે ડિસેમ્બરમાં પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ સાથે લગ્ન કર્યાં હતાં. આ બન્નેને આર્યમન અને મૌર્ય નામનાં બે બાળકો છે. તેમના વિશે વાત કરતાં શેફાલી કહે છે, ‘બાળકો મોટાં થઈ ગયાં છે અને તેઓ પોતાના નિર્ણય પોતે લે છે એ પેરન્ટ્સ માટે સ્વીકારવું થોડું મુશ્કેલ છે. જોકે એ હકીકત છે. બાળપણમાં મેં તેમને શીખવ્યું અને ભણાવ્યાં. મોટાં થઈને તેઓ શું કરે છે એ તેમના પર નિર્ભર છે. તેઓ મારું સાંભળે કે નહીં, પરંતુ તેમને જે કરવું હશે એ જ તેઓ કરશે. મેં તેમને વાંચવાનું કહ્યું, પરંતુ તેઓ બાળપણમાં નહોતાં વાંચતાં. તેમણે અચાનક વાંચવાનું શરૂ કર્યું. જોકે મને ગમે છે એવું નહીં, તેમની પસંદગીનું વાંચે છે. મારો મોટો દીકરો બિઝનેસમૅન બનવા માગે છે અને નાનો દીકરો કંઈક અલગ જ કરવા માગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK