Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ દિવસે બોરીવલી-કાંદીવલીમાં નહીં આવે પાણી

આ દિવસે બોરીવલી-કાંદીવલીમાં નહીં આવે પાણી

30 April, 2024 10:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાણીના પાઇપલાઇનને બદલવામાં આવવાની છે જેને લીધે બોરીવલી-કાંદીવલીના અમુક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બે દિવસ માટે બંધ રહેશે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. બીજી મેથી ત્રીજી મે સુધી પાઇપલાઇનને બદલવાનું કામ ચાલશે.
  2. નાગરિકોને પાણીનો સંગ્રહ કરીને રાખવાની અપીલ કરવામાં આવી છે.
  3. પાઇપલાઇનને બદલ્યા પછી થોડા દિવસો સુધી પાણીને ઉકાળી અને ફિલ્ટર કરીને પિજો.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં પાણી પુરવઠો કરતી પાઇપલાઇનને બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. બીએમસીએ હાથ ધરેલા આ કામકાજને લીધે અનેક વિસ્તારોમાં બીજી અને ત્રીજી મેએ પાણી પુરવઠો પૂર્ણપણે બંધ રહેવાનો છે. બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ પાઇપલાઇન બદલવાનું કામ બીજી મેએ રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને આગામી 24 કલાક સુધી ચાલશે, એવી માહિતી બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

Water supply: પાણીની પાઇપલાઇનને બદલવા માટે માર્ગમાં આવતી દરેક પાઇપલાઇનને ખાલી કરીને તેને 1200 મિલિમીટરના પાઇપથી બદલવામાં આવવાની છે. આ કામકાજને લીધે કાંદિવલી અને બોરીવલીના વિસ્તારોમાં ઓછા દબાણે પાણી પુરવઠો કરવામાં આવવાનો છે. પાઇપલાઇન બદલી કર્યા પછી પાણીના ફોર્સમાં વધારો થવાની સાથે પાઇપલાઇનમાં થતી લીકેજની સમસ્યા પણ દૂર થશે. આ કામકાજને લીધે ત્રીજીમે એ જન કલ્યાણ નગર, છત્રપતિ શિવાજી રાજે કોમ્પ્લેક્સ અને મ્હાડા કૉલોની વગેરે વિસ્તારોમાં બપોરે 1.30 વાગ્યાથી 2.55 વાગ્યા સુધી પાણીનો પુરવઠો પૂર્ણપણે બંધ રહેવાનો છે.



તેમ જ લાલજી પાડા, સંજય નગર, કે.ડી. કમ્પાઉન્ડ, ગાંધી નગર, મહાવીર નગર, બંદર પખારી, મ્હાડા એકતા નગર, શાંતિલાલ મોદી માર્ગ, મથુરાદાસ માર્ગ, ભાબ્રેકર નગર, ઈરાની વાડી, કાંદિવલી ગાવથાન, મહાત્મા ગાંધી માર્ગ, શંકર ગલ્લી અને સ્વામી વિવેકાનંદ માર્ગ સહિતના અન્ય વિસ્તારોમાં પણ પાણી પુરવઠો બંધ રહેવાનો છે. જોકે આ વિસ્તારોમાં સામાન્ય રીતે સવારે 3:40 થી 5:50 વચ્ચે પાણીનો પુરવઠો કરવામાં આવે છે, પણ કામકાજને લીધે પાણી બંધ રહેતા બીએમસી દ્વારા લોકોને પાણીનો પહેલાથી જ સંગ્રહ કરી રાખવાની અને પાણીને સાચવીને વાપરવાની અપીલ કરવામાં આવી છે. (Water supply)


ચારકોપ મ્હાડા સેક્ટર 1-9 વિસ્તારમાં સવારે 11:45 વાગ્યાથી બપોરે 2:05 વાગ્યા સુધી પાણીનો પુરવઠો કરવામાં આવે છે, જોકે આ બે દિવસ દરમિયાન તે બંધ રહેવાનો છે. પોઈસર, ઈન્દિરા નગર, મહાવીર નગર, બોરસા પાડા માર્ગ, શિંપોલી, એસવી રોડ, સત્ય નગર, વઝીરા નાકા, મહાવીર નગર, જયરાજ નગર, સોડાવાલા ગલી, એકસર, યોગી નગર અને પોઈસર સહિતના અન્ય વિસ્તારોમાં ત્રીજી મેના રોજ પાણી પુરવઠો બંધ રાખવામાં આવવાનો છે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે સાંજે 7.10 થી 9.55 વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવે છે.

Water supply: પાણીની પાઇપલાઇનને બદલ્યા બાદ રહેવાસીઓને આગામી ચારથી પાંચ દિવસ સુધી પાણી પીતા પહેલા તેને ઉકાળીને ફિલ્ટર કરવાની સલાહ બીએમસી દ્વારા આપવામાં આવી છે. આવું કરવાથી રહેવાસીઓના સ્વાસ્થ્ય પર કોઈપણ ખરાબ અસર ન થાય તે માટે બીએમસી દ્વારા નાગરિકોને સૂચન આપવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK