Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાએ પણ જાહેર કરી T20 વર્લ્ડ કપ માટેની ટીમ

સાઉથ આફ્રિકાએ પણ જાહેર કરી T20 વર્લ્ડ કપ માટેની ટીમ

01 May, 2024 06:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એઇડન માર્કરમ કૅપ્ટન, એન્રિક નૉર્ખિયાનું કમબૅક, કેશવ મહારાજનો સમાવેશ

એઇડન માર્કરમ (કૅપ્ટન)

એઇડન માર્કરમ (કૅપ્ટન)


સાઉથ આફ્રિકાએ પણ ગઈ કાલે T20 વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં ઝડપી બોલર એન્રિક નૉર્કિયા ઈજાને કારણે નવ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરશે. પીઠની ઈજાને કારણે નૉ​ર્ખિયા સપ્ટેમ્બર ૨૦૨૩થી સાઉથ આફ્રિકા માટે રમ્યો નથી. તે IPLમાં દિલ્હીની ટીમનો ભાગ છે. જ્યારે બે અનકૅપ્ડ ખેલાડીઓ રેયાન રિકલટન અને ઓટનીએલ બાર્ટમૅનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. T20 ઇન્ટરનૅશનલ કૅપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ એઇડન માર્કરમ પ્રથમ વખત વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય મૂળના અને હનુમાનભક્ત કેશવ મહારાજને પણ સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે એઇડન માર્કરમના નેતૃત્વમાં સાઉથ આફ્રિકા ચોકર્સના ટાઇટલને હટાવી શકશે કે નહીં. 

સાઉથ આફ્રિકાની ટીમ : એઇડન માર્કરમ (કૅપ્ટન), ઓટનીએલ બાર્ટમૅન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડીકૉક, જોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાન્સેન, હેન્રિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્રિક નૉર્ખિયા, કૅગિસો રબાડા, રેયાન રિકલટન, તબ્રેઝ શમ્સી અને ટ્રિસ્ટન સ્ટબ્સ.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK