° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


નવજાત બાળકો માટે જૉનસનનો બેબી પાઉડર હવેથી ન ખરીદતા

18 September, 2022 10:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં જૉનસનના બેબી પાઉડરના ઉત્પાદનનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું : રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગે કંપનીની પ્રોડક્ટ બાળકો માટે જોખમી હોવાનું કહીને ઉત્પાદન-વેચાણ બંધ કરાવ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યમાં જૉનસન ઍન્ડ જૉનસન બેબી પાઉડરનું લાઇસન્સ રદ કરીને રાજ્યમાં એના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બાળકો માટેના આ પાઉડરમાં પીએચ વૅલ્યુ વધારે હોવાથી બાળકોને નુકસાન કરતો હોવાનું જણાયા બાદ એફડીએએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એફડીએએ પુણે અને નાશિકમાં જૉનસન ઍન્ડ જૉનસન બેબી પાઉડરનાં બે સૅમ્પલ કલેક્ટ કર્યાં હતાં, જેમાં બાળકોની ત્વચા માટે આ બેબી પાઉડર જોખમી હોવાનું જણાયું હતું. આથી એફડીએએ શુક્રવારે આ કંપનીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે નિયમ કરતાં વધારે માત્રામાં બેબી પાઉડરમાં પીએચ વૅલ્યુ કેમ છે? અને શા માટે તમારું લાઇસન્સ રદ કરવામાં ન આવે?’

રાજ્યના એફડીએએ કંપનીને બજારમાં વેચવામાં આવેલા બેબી પાઉડરને તાત્કાલિક ધોરણે પાછા ખેંચવાનું કહ્યું છે. ગયા મહિને જૉનસન ઍન્ડ જૉનસન કંપનીએ કહ્યું હતું કે ૨૦૨૩માં દુનિયાભરમાં ટેલ્ક આધારિ બેબી પાઉડરનું વેચાણ બંધ કરવામાં આવશે અને કૉર્ન સ્ટાર્ચ આધારિત બેબી પાઉડરનો પોર્ટફોલિયો બનાવવામાં આવશે. કંપની સામે અનેક કેસ દાખલ કરાયા બાદ અમેરિકા અને કૅનેડામાં બેબી પાઉડરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યાનાં બે વર્ષ બાદ કંપનીએ ટેલ્ક આધારિત બેબી પાઉડરનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

એફડીએએ ગઈ કાલે આ સંબંધે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ‘જૉનસન ઍન્ડ જૉનસન કંપનીના મુલુંડમાં આવેલા બેબી પાઉડર બનાવતા યુનિટમાંથી સપ્લાય કરવામાં આવેલા પાઉડરના નમૂના પુણે અને નાશિકમાંથી લેવામાં આવ્યા હતા, જેની તપાસમાં આ બેબી પાઉડરની ક્વૉલિટી યોગ્ય ન હોવાનું જણાયું હતું. નવજાત બાળકો માટેના પાઉડરની ગુણવત્તા આઇએસ ૫૩૩૯:૨૦૦૪ પીએચ મુજબની નહોતી, એથી જનતાના હિતને ધ્યાનમાં રાખીને એફડીએએ બેબી પાઉડરનું ઉત્પાદન કરવાનું લાઇસન્સ રદ કર્યું છે. એફડીએને રિપોર્ટને કંપનીએ પડકાર્યો હતો અને એને સેન્ટ્રલ ડ્રગ્સ લૅબોરેટરીમાં ફરી ટેસ્ટ કરવાની માગણી કરી હતી. કલકત્તામાં આવેલી આ લૅબોરેટરીના ડિરેક્ટરે કન્ફર્મ કર્યું હતું કે મહારાષ્ટ્ર એફડીએનો રિપોર્ટ બરાબર છે. આથી કંપનીનું લાઇસન્સ રદ કરવાની સાથે બજારમાં વેચવામાં આવેલા બેબી પાઉડરને પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.’

18 September, 2022 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે સ્કૂલના સ્ટુડન્ટ્સ ડ્રગ્સ માફિયાનો ટાર્ગેટ

દહિસર, બોરીવલી અને કાંદિવલીની સ્કૂલોની બહાર ગાંજો વેચતી એક મહિલાને પોલીસે પકડ્યા બાદ ખ્યાલ આવ્યો કે થોડા રૂપિયા કમાવાની લાલચમાં ૧૩-૧૪ વર્ષના કિશોરોને નશાના આદિ બનાવવામાં આવે છે

25 September, 2022 11:02 IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ સમાચાર

અંધેરીના યુવાને સાઇબર ફ્રૉડમાં ૩૯ લાખ ગુમાવ્યા

સાઇબર ગઠિયાએ ઇન્શ્યૉરન્સની રકમ એકસાથે મેળવી આપવાની લાલચ આપીને તેની પાસેથી ચાર મહિનામાં આટલા રૂપિયા પડાવી લીધા

25 September, 2022 10:25 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

૨૫૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં આઠ સામે ચાર્જશીટ દાખલ

અધિકારીએ આપેલી માહિતી અનુસાર નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ (એનડીપીએસ ઍક્ટ) હેઠળ સ્થપાયેલી સ્પેશ્યલ કોર્ટને ૪૮૧૮ પાનાંની ચાર્જશીટ સુપરત કરવામાં આવી હતી.

24 September, 2022 10:29 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK