સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, રીજનલ સેન્ટર–મુંબઈ અને પંઢરપુર સાઇકલ વારી સંઘ દ્વારા અખિલ મહારાષ્ટ્ર પંઢરપુર સાઇકલ વારી સ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
પંઢરપુર વિઠ્ઠલના ચરણે સાઇકલની વારી
‘ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઇકલ’ અભિયાન હેઠળ ગઈ કાલે ૫૦૦૦ કરતાં વધુ સાઇકલસવાર છેલ્લા સાત દિવસમાં પેડલ મારી ૪૦૦થી ૪૫૦ કિલોમીટરનું અંતર (બધાનાં મળી કુલ ૧૦ લાખ કિલોમીટરનું અંતર) કાપી પંઢરપુર પહોંચ્યા હતા. ભક્તિ, શારીરિક સજ્જતા, અને પર્યાવરણના રક્ષણના ઉમદા હેતુ સાથે સાઇકલસવારોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, રીજનલ સેન્ટર–મુંબઈ અને પંઢરપુર સાઇકલ વારી સંઘ દ્વારા અખિલ મહારાષ્ટ્ર પંઢરપુર સાઇકલ વારી સ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશની ૯૦ સાઇક્લિંગ ક્લબના આ સાઇકલસવારોએ ભક્તિભાવથી નગર પ્રદિક્ષણા પણ કરી હતી અને રિંગણ-સોહાળામાં પણ ભાગ લીધો હતો.

