Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religion

લેખ

મુંબઈનું મહાલક્ષ્મી મંદિર

ઉજ્જૈ‍‍‍‍નના મહાકાલ મંદિરની જેમ મહાલક્ષ્મી મંદિર પરિસરની પણ થશે ભવ્ય કાયાપલટ

૩૭.૩૨ કરોડ રૂપિયા વાપરીને BMC રાજ્ય સરકારની ભાગીદારીમાં આ રીવૅમ્પ કરશે

13 May, 2025 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભગવાન બુદ્ધે આપેલા વિપશ્યના ધ્યાન પાછળનું લૉજિક જાણો

બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં

13 May, 2025 07:08 IST | Mumbai | Ruchita Shah
ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં નિભાવવતી પરંપરાની તસવીર

વરઘોડો લઈને પરણવા જતાં પહેલાં દુલ્હાને છેલ્લી વાર સ્તનપાન કરાવે છે મા

મધ્ય પ્રદેશના ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં એક વિચિત્ર પરંપરા હજીયે નિભાવવામાં આવે છે. દીકરાનાં લગ્ન થવાનાં હોય ત્યારે તેને મા પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવવા માટે અને માના ધાવણનું કરજ યાદ કરાવવા માટે એક ખાસ વિધિ થાય છે.

11 May, 2025 11:25 IST | Indore | Gujarati Mid-day Correspondent
અંબાજી, દ્વારકા, શામળાજી, સોમનાથ

અંબાજી, દ્વારકા, શામળાજી અને સોમનાથ સહિતનાં યાત્રાધામોમાં ચુસ્ત બંદોબસ્ત

દ્વારકા મંદિરમાં બૉમ્બ સ્ક્વૉડ તહેનાત : સોમનાથમાં બોટ દ્વારા પૅટ્રોલિંગ : કોટેશ્વર મંદિર યાત્રાળુઓ માટે બંધ

10 May, 2025 10:02 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

પાકિસ્તાન આતંકવાદ માટે ઈસ્લામનો ઉપયોગ કરી રહ્યું છેઃ ઓવૈસી

પાકિસ્તાન આતંકવાદ માટે ઈસ્લામનો ઉપયોગ કરી રહ્યું છેઃ ઓવૈસી

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવેસીએ તાજેતરમાં પાકિસ્તાન પર આકરી ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે દેશ ભારત સામે આતંકવાદને ન્યાયી ઠેરવવા અને તેને ટકાવી રાખવા માટે ઇસ્લામનો ઉપયોગ કરે છે. એઆઈએમઆઈએમના નેતાએ તેના એજન્ડાને આગળ વધારવાના સાધન તરીકે આતંકવાદને ટેકો આપવામાં પાકિસ્તાનની કથિત ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓવૈસીનું નિવેદન બંને રાષ્ટ્રો વચ્ચે વધતા તણાવને પ્રકાશિત કરે છે. આ નિવેદનો આ પ્રદેશમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય પડકારોને પ્રતિબિંબિત કરે છે, કારણ કે ભારત અને પાકિસ્તાન રાષ્ટ્રીય સુરક્ષા, ધાર્મિક તણાવ અને રાજકીય સંઘર્ષોના મુદ્દાઓ સાથે ઝઝૂમી રહ્યા છે. ઓવૈસીની ટિપ્પણી તેમના સમર્થકોમાં જોરદાર પડઘો પાડશે તેવી શક્યતા છે, જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો પર વ્યાપક અસરો અંગે ચર્ચાઓ પણ શરૂ થશે.

11 May, 2025 05:03 IST | New Delhi
મોટી કાર્યવાહી- પહલગામમાં આતંકી હુમલાના શંકાસ્પદ આતંકીનું ઘર તોડી પડાયું

મોટી કાર્યવાહી- પહલગામમાં આતંકી હુમલાના શંકાસ્પદ આતંકીનું ઘર તોડી પડાયું

પહલગામમાં તાજેતરમાં થયેલા હુમલા બાદ સત્તાવાળાઓએ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા (એલઈટી) જૂથ સાથે જોડાયેલા આતંકવાદીની માલિકીના એક ઘરને તોડી પાડીને કડક કાર્યવાહી કરી હતી. આ પગલું આ વિસ્તારમાં આતંકવાદ સામે મોટી કાર્યવાહીનો એક ભાગ છે.

27 April, 2025 03:21 IST | Srinagar
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK