છેલ્લાં ૩ વર્ષથી અહીં કાર્ડિયોલૉજિસ્ટ બનીને દરદીઓનો ઇલાજ કરી રહેલો ડૉ. અભિનવ સિંહ હકીકતમાં ડૉક્ટરની ડિગ્રી ધરાવતો જ નથી
ડૉ. અભિનવ સિંહ
ઉત્તર પ્રદેશની લલિતપુર મેડિકલ કૉલેજમાં એક મોટી ગરબડ સામે આવી છે. છેલ્લાં ૩ વર્ષથી અહીં કાર્ડિયોલૉજિસ્ટ બનીને દરદીઓનો ઇલાજ કરી રહેલો ડૉ. અભિનવ સિંહ હકીકતમાં ડૉક્ટરની ડિગ્રી ધરાવતો જ નથી. તેની પાસે તો હકીકતમાં એન્જિનિયરની ડિગ્રી હતી અને તેણે ડૉક્ટર જીજાજીની ડિગ્રીનું સર્ટિફિકેટ આપીને આ નોકરી મેળવી હતી. આ આખો ગોટાળો ત્યારે બહાર આવ્યો જ્યારે કોઈ જાણભેદુ મહિલાએ આ વિશે ફરિયાદ નોંધાવી હતી. ડૉ. અભિનવ છેલ્લાં ૩ વર્ષથી અહીં હૃદયના નિષ્ણાત તરીકે નોકરી કરતો હતો અને સેંકડો દરદીઓ તપાસતો હતો. આ મામલો બહાર આવતાં જ કૉલેજ-પ્રશાસને કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડૉ. અભિનવને કાઢી મૂકવામાં આવ્યો છે અને તેની પાસેથી છેલ્લાં ૩ વર્ષનો પગાર પણ પાછો લેવા માટેની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


