Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Environment

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

BMC આજથી ઈ-વેસ્ટ અલગથી ઉપાડશે

૧૧ જ દિવસમાં ૩૦૭ રજિસ્ટ્રેશન થઈ પણ ગયાં હતાં. ખાસ યલો કલરની બૅગ એ માટે ફાળવવામાં આવે છે. એ જ રીતે હવે ઈ-વેસ્ટ પણ સેપરેટલી કલેક્ટ કરવાનું આજથી શરૂ કરવામાં આવશે.

06 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેઑફ દરમિયાન કોઈ સદી ન ફટકારવામાં આવે, તો પણ આ સહયોગના ભાગ રૂપે ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવવામાં આવશે

IPL પ્લેઑફમાં દરેક સદી માટે Grow-Trees.com અને ગુજરાતી Mid-day.com વાવશે વૃક્ષ

IPL Playoffs 2025: ‘સેન્ચ્યુરી ફૉર સસ્ટેનેબિલિટી: ગ્રીનિંગ ધ ગેમ’ IPL પ્લેઓફમાં ફટકારવામાં આવેલી દરેક સદી માટે એક વૃક્ષ વાવવામાં આવશે ગુજરાતી મિડ-ડે.કોમ `ગ્રીન ધ ગેમ` માટે સામાજિક સાહસ ગ્રો-ટ્રીઝ.કૉમ સાથે ભાગીદારી કરી રહ્યું છે.

04 May, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે BMCને વપરાયેલાં સૅનિટરી પૅડ્સ, ડાયપર્સ કે એક્સપાયર થઈ ગયેલી દવાઓ આપો

હાઉસિંગ સોસાયટીઓ, બ્યુટી-પાર્લરો, મહિલા હૉસ્ટેલો, કૉલેજો રજિસ્ટ્રેશન કરાવી શકશે

01 May, 2025 06:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નારાયણ રાણે, દેવેન્દ્ર ફડણવીસ

કોંકણમાં ભવ્ય ગૌશાળા દ્વારા રોજગાર ઊભો કરવામાં આવશે

BJPના સંસદસભ્ય નારાયણ રાણેએ શરૂ કર્યું ગાયોના સંવર્ધનનું કામ : ૧૧ મેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ ગૌશાળાનું લોકાર્પણ કરશે

28 April, 2025 09:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બીચ ક્લિનિંગ કરતાં ઉત્સાહી મુંબઈગરા

મુંબઈના વિવિધ દરિયાકિનારા પર ૨૫૦થી વધુ લોકોએ કરી સફાઇ- જુઓ તસવીરો

પ્રોજેક્ટ મુંબઈ દ્વારા મુંબઈના વિવિધ દરિયાકિનારા પરનો કચરો સાફ કરવા જલ્લોશ નામની ઝુંબેશ ચાલે છે. તે અંતર્ગત આજે પણ વિવિધ દરિયાકિનારાએ જઇ સ્વયંસેવકોએ બીચ ક્લિનિંગ કર્યું હતું.

27 April, 2025 07:38 IST | Mumbai | Dharmik Parmar
વાયરમાં માંઝાની દોરીને કારણે ફસાઈ ગયેલો પોપટ અને તેની સારવાર કરતી મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ (તસવીરો - અતુલ કાંબળે)

મુંબઈ: દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ, કૅબલ વાયરમાં ફસાયેલા પોપટનું રેસ્ક્યૂ, જુઓ

મુંબઈના સાયન વિસ્તારમાં એક સોસાયટીની અંદર કૅબલના વાયરમાં એક પોપટ ફસાઈ ગયો હતો. આ પોપટનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. (તસવીરો - અતુલ કાંબળે)

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુલાબ, મોગરો

રંગબેરંગી ફૂલો વાવવાની પર્ફેક્ટ સીઝન આવી ગઈ છે

ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી ગૅલરીનું ગાર્ડન ખતમ થઈ જશે. અલબત્ત, ઉનાળામાં તો ‍ફ‍ૂલધરા છોડ વધુ સરસ રીતે ખીલે છે. યોગ્ય ‍ફ‍ૂલધરા છોડ વાવીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉનાળાની ગરમીમાં પણ લીલોતરું રંગીન ગાર્ડન ઘરમાં મસ્ત શાતા આપશે. આવું કઈ રીતે શક્ય છે આવો જાણીએ ગરમીની ઋતુમાં હર્યાંભર્યાં વૃક્ષોની હરિયાળી આંખોને ઠંડક આપે એ માટે લોકો વૃક્ષોની તાજી હવાની લહેરખી માણવા દિવસે નહીં તો રાતે પણ બહાર નીકળી પડે છે. ગમેએટલા પંખા કે ACમાં રહો, ફૂલઝાડ જે તાજગી બક્ષે છે એવો મૅજિક હજી પણ મશીન નથી આપી શકતાં. જોકે દરેક માટે આમ ટહેલ પણ સરળ નથી હોતી એટલે લોકો ઘરમાં એકાદ ખૂણામાં નાનો તો નાનો છોડ વાવી નાનકડો બગીચો બનાવી ઠંડકનો લહાવો લણી લે છે. એમાંય હરિયાળી સાથે જો રંગબેરંગી ફૂલો ભળે તો શું વાત. સવાલ થાય કે ગરમીમાં પણ શું બહાર ખીલતી હશે? જવાબ છે, હા. આ વિશે વાત કરતાં પ્લાન્ટેશન નિષ્ણાત અને લૅવિશ લૅન્ડસ્કેપના ઓનર મનોજ મહેતા કહે છે, ‘ગરમીની ઋતુ આમ તો કોઈ પણ છોડ માટે બહુ જ પડકારજનક હોય છે, પણ આવી ગરમી ફૂલોવાળા છોડ માટે વરદાનરૂપ છે અને એમાં જે પ્લાન્ટ ઊગે છે એને મરણ નથી હોતું, આ એટલા મજબૂત છોડ હોય છે. જો તમે એની ડાળી કટ કરીને ક્યાંક લગાડો તો એ ફરી ઊગવા લાગશે. દસ મિલીલિટર પાણીમાં પણ એ છોડ સરસ સર્વાઇવ કરી શકે છે. શરત એટલી જ કે આ દરેકને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ.’ ગરમીમાં તમે આ ફૂલોના પ્લાન્ટ્સ વાવી શકો છો. એ વિશે મનોજ મહેતા પાસેથી જાણકારી મેળવીએ. માટી અને ખાતર ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં મૅક્સિમમ સનલાઇટ આવે છે એવો ખૂણો પસંદ કરવા પર ભાર મૂકતાં મનોજભાઈ કહે છે, ‘આમ તો આ બધા ચારથી ૬ કલાક સૂર્યપ્રકાશ માગતા પ્લાન્ટ્સ છે. ઘરમાં લગભગ આ રીતે જ સૂર્યપ્રકાશ મળતો હોય છે. માટીનું મીડિયમ પોરસ રાખવું. પાણી સાંજે જ આપો. પ્લાન્ટના હિસાબે ખાતર આપવું. એપ્રિલ મહિનો ખાતર આપવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારું કૂંડું એક ફુટનું અને છોડ એક ફુટનો છે તો પાંચથી છ સ્પૂન ખાતર આપો. નૅચરલ ખાતરમાં વર્મી કમ્પોસ્ટ અથવા નીમ પેટ આપો. અથવા એક વર્ષ જૂનું છાણનું ખાતર જે સાવ ભૂકો થઈ જતું હોય એ આપી શકાય. એપ્રિલ મહિનો ખાતર આપવાનો સમય છે.’ પાણી આપવાની યોગ્ય પદ્ધતિફૂલધરા છોડ માટે સૂર્યપ્રકાશનો મોટો રોલ છે એમ જ પાણીનો પણ છે એવું જણાવતાં મનોજભાઈ કહે છે, ‘લોકો વિચારે છે કે બહુ તડકો પડે છે તો વધુ પાણી આપવું ખોટું છે. જો તમારે ત્યાં રાતે ઠંડક પડે છે તો પાણી ઓછું આપો. જો તમારે ત્યાં રાતે પણ ગરમી છે તો સવારે સાત વાગ્યા પહેલાં પાણી આપો. સાદું લૉજિક છે, ગૅસ પર પાણી મૂકીએ તો વરાળ લાગે અને એ આપણનેય લાગે. એવી જ રીતે તડકામાં પાણી આપો તો એ જે વરાળ નીકળે એ પ્લાન્ટને નુકસાન કરે છે. એટલે સવારે ગરમી ચડે એ પહેલાં પાણી આપો અથવા સાંજે પાંચ-છ વાગ્યે જ્યારે સૂર્યનો પ્રકાશ પ્લાન્ટ પર સીધો ન પડતો હોય ત્યારે પાણી આપવું.’

07 March, 2025 07:00 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
કન્યાદાનમાં ગાયનાં પુસ્તકો પણ અપાયાં હતાં.

કેવાં રહ્યાં ગૌઆધારિત, સા​ત્ત્વિક લગ્ન?

ગાયના છાણનું ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, લગ્નવિધિમાં વચ્ચેથી કોઈ ઊભું ન થયું, બુફેના જમાનામાં પંગતમાં બેસીને સૌ જમ્યા કચ્છમાં નાની નાગલપર ગામે ગઈ કાલે થયેલા ગૌઆધારિત લગ્નપ્રસંગમાં સાજનમાજન અભિભૂત થયા હતા. મેઘજી હીરાણીની દીકરી દીપિકાનાં લગ્ન રાજેશ સાથે વિધિવિધાન સાથે રંગેચંગે સંપન્ન થયાં હતાં. ગાયને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલાં લગ્નમાં વિધિ, રાધાકૃષ્ણ મંદિર અને ગૌમંદિર, સાત્ત્વિક રસોઈ ઉપરાંત ગાયના છાણમાંથી કરાયેલું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. હીરાણી પરિવારના સ્નેહીજન રામજી વેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાયને લઈને આ પ્રકારે લગ્નપ્રસંગ યોજવો એ સહેલી બાબત નથી. વિચાર કરવો અલગ બાબત છે અને એ વિચારને ચરિતાર્થ કરવો એ અલગ વાત છે, પરંતુ મેઘજીભાઈ અને તેમના પરિવારે સરાહનીય અને ઉદાહરણીય કાર્ય કરી બતાવીને ગાયની મહત્તાને ઉજાગર કરી છે. અમારા માટે પણ ગૌરવની વાત થઈ કે અમે ગૌઆધારિત લગ્નપ્રસંગમાં હાજર રહ્યા. આ પ્રકારે હવે લગ્નો થતાં ક્યાં જોવા મળે છે? અહીં તો જ્યાં પણ નજર કરો ત્યાં ગાયનો મહિમા જોવા મળ્યો. ગાયના છાણથી મંડપની સજાવટ જોઈને અને લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહીને સૌને અદ્ભુત નઝારો જોવા મળ્યો અને એનાથી સૌ ખુશ થયા.’   લગ્નની હાઇલાઇટ‍્સગાય માતાનું મહત્ત્વ સમજાવતાં આ લગ્નમાં વિધિ દરમ્યાન કોઈ ઊભું થયું નહોતું. કન્યા દીપિકા ગાયપૂજન કરીને ચોરીમાં આવી હતી. કન્યા ચોરીમાં આવી ત્યારે શંખનાદ થયો હતો, જાનનું સ્વાગત પણ શંખનાદથી થયું હતું. બુફેના જમાનામાં અહીં પંગત પાડીને સૌને ગાય આધારિત ખેતીથી પકવેલાં અનાજ-શાકભાજીનું સાત્ત્વિક ભોજન પીરસાયું હતું. વરરાજા લગ્નસ્થળ સુધી બળદગાડામાં બેસીને આવ્યા હતા. દીકરી અને જમાઈને ફૂલોના હારની સાથે છાણમાંથી બનેલી માળા પહેરાવી હતી. ગાય અને વાછરડી સાથે ૧૦૮ વૃક્ષોના છોડ તેમ જ પુસ્તકો પણ કન્યાદાનમાં અપાયાં હતાં. લગ્નમાં આવેલા મહેમાનોનાં બૂટ-ચંપલ મૂકવા માટે મંડપ બહાર અલગ સ્ટૅન્ડ બનાવ્યું હતું.

25 January, 2025 06:02 IST | Kutch | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

જેકી શ્રોફે વિશ્વ પર્યાવરણ દિવસ 2024 પર કડવું સત્ય કહ્યું જેને સાંભળવાની જરૂર

જેકી શ્રોફે વિશ્વ પર્યાવરણ દિવસ 2024 પર કડવું સત્ય કહ્યું જેને સાંભળવાની જરૂર

પાર્ટી હોય કે પ્રીમિયર, તમે જૅકી શ્રૉફને તેના હાથમાં એક છોડનો રોપો પકડેલા જોયા હશે અને આ તેમને માટે કોઈ અસામાન્ય બાબત નથી. જૅકી શ્રૉફ છોડને પોતાની એક્સેસરી બનાવે છે અને આ અકારણે નથી. આ તેમની આગવી રીત છે દરેકને એ યાદ અપાવવાની કે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી અને જાગૃકતા ફેલાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. એક્ટરે પર્યાવરણની કેળવણી અને જાળવણી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2024 નિમિત્તે આ વખતે મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો વીડિયો...

06 June, 2024 05:20 IST | Mumbai
દિયા મિર્ઝાએ જણાવ્યુંકે  કેવી રીતે તેનું મુંબઈનું ઘર તે ​​બધું જ છે જેની તેણે ..

દિયા મિર્ઝાએ જણાવ્યુંકે કેવી રીતે તેનું મુંબઈનું ઘર તે ​​બધું જ છે જેની તેણે ..

દિયા મિર્ઝા  20 વર્ષની વયે મુંબઈના બાંદ્રામાં ઘર શોધવા નીકળી હતી . દિયાએ મિડ-ડે.કોમને જણાવ્યું કે , “આ એ જ જગ્યા છે જ્યાં અમે રહીએ છીએ અને અમારો ઘણો સમય પસાર કરીએ છીએ અને બાળકો દરરોજ બગીચામાં જાય છે. અમે પક્ષીઓને એકસાથે નિહાળીએ છીએ, ઘાસમાં ચાલીએ છીએ અને છોડ ઉગાડીએ છીએ. અહીં તે બધું જ છે જેની મેં એક સમયે આશા રાખી હતી." દિયા ક્લાઈમેટ ચેમ્પિયન તરીકે વિવિધ અને બહુમુખી ભૂમિકાઓ ભજવવાનું ચાલુ રાખે છે અને દેશમાં પર્યાવરણીય અને વન્યજીવ સંરક્ષણ માટે બોલતી એક વિશ્વસનીય વ્યક્તિ છે. વધુ માહિતી માટે વિડિયો જુઓ.

06 June, 2024 04:39 IST | Mumbai
હીટવેવ અને ગ્લોબલ વોર્મિંગ | વિશ્વના વાતાવરણમાં થઈ રહ્યાં છે આ અણધાર્યા ફેરફાર

હીટવેવ અને ગ્લોબલ વોર્મિંગ | વિશ્વના વાતાવરણમાં થઈ રહ્યાં છે આ અણધાર્યા ફેરફાર

ગ્લેશિયરનું ઓગળવું, હીટવેવનો અનુભવ થવો અને સતત વાતાવરણમાં ફેરફાર થવા, આ બધું હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. આજનાં એક્સપ્લેનરમાં આપણે સમજીશું વાતાવરણની કથળતી પરિસ્થિતિના ભૌગોલિક, વૈજ્ઞાનિક અને સામાજિક કારણો. સંપૂર્ણ માહિતી માટે જુઓ આખો વિડિયો.

16 May, 2024 09:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK