Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બોમ્બની ધમકીથી હડકંપ! AMC ભવન ખાલી કરાવાયું, RSS ઓફિસ અને CMOની સુરક્ષા વધારાઈ

ગુજરાતમાં બોમ્બની ધમકીથી હડકંપ! AMC ભવન ખાલી કરાવાયું, RSS ઓફિસ અને CMOની સુરક્ષા વધારાઈ

Published : 10 June, 2026 03:17 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bomb Threat in Gujarat: ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં જ પ્રભાવિત બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે; વધુ તપાસ ચાલુ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર


ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં હડકંપ મચી ગયો છે. કારણકે, `ખાલિસ્તાન નેશનલ આર્મી` (Khalistan National Army)ના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ્સે સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી. આ ઈમેલ્સમાં મુખ્યમંત્રી કાર્યાલય (Chief Minister Office), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)નું મુખ્યાલય અને આરએસએસ (RSS) ઓફિસ સહિતના અતિ મહત્વના સરકારી અને સંગઠનાત્મક કાર્યાલયો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ચેતવણી (Bomb Threat in Gujarat) આપવામાં આવી હતી. આ ધમકીભર્યા સંદેશા મળતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં રૂપે પ્રભાવિત બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. ચેતવણી બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને સંવેદનશીલ સ્થળો પર ગુજરાત પોલીસ (Gujarat Police)નો મોટો કાફલો તૈનાત કરાયો છે.

૧૦ જૂનથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી



૧૦ જૂનથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદ શહેરના વિવિધ સંવેદનશીલ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈમેલ (Bomb Threat in Gujarat) મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. `ખાલિસ્તાન નેશનલ આર્મી`ના નામે મોકલવામાં આવેલા આ ઈમેલ્સમાં ચોક્કસ સમય સાથે વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જેમાં બપોરે ૧:૧૧ વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલય (CMO), બપોરે ૩:૧૧ વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ઓફિસ અને સાંજે ૫:૧૧ વાગ્યે આરએસએસ (RSS) ઓફિસને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી.


AMC ઓફિસ ખાલી કરાવાઈ, સર્ચ ઓપરેશન શરૂ

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથેની બેઠક માટે દિલ્હી (New Delhi)માં છે.


ધમકીની માહિતી મળતાની સાથે જ દાણાપીઠ સ્થિત એએમસી (AMC) મુખ્યાલયને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં હાજર મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતાઓ, અધિકારીઓ અને તમામ સ્ટાફને તુરંત બહાર નીકળી જવા જણાવાયું હતું.

ઘટનાસ્થળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો કામે લાગી ગઈ હતી. મેયરની સૂચનાથી ફાયર વિભાગ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Detection and Disposal Squad - BDDS)ની ટીમોએ બેઝમેન્ટ સહિતના દરેક ફ્લોર પર ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. દાણાપીઠ ઓફિસ કોમ્પ્લેક્સના બી અને સી બ્લોક તેમજ જન્મ-મરણ નોંધણી કચેરીને પણ સંપૂર્ણ ખાલી કરાવી દેવાઈ હતી.

RSS ઓફિસ અને CMO ખાતે સુરક્ષા વધારવામાં આવી

મણિનગર (Maninagar) સ્થિત આરએસએસ ઓફિસને પણ આ જ પ્રકારની ધમકી મળ્યા બાદ ત્યાં તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવાઈ હતી. આ સાથે જ ગાંધીનગર (Gandhinagar)માં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરવામાં આવ્યો છે.

હાલમાં બીડીડીએસ (BDDS) અને પોલીસની ટીમો સરદાર પટેલ ભવન (Sardar Patel Bhavan) સહિતના તમામ પ્રભાવિત સ્થળો પર કડક ચેકિંગ કરી રહી છે.

બીજી તરફ, પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમોએ આ ધમકીભર્યા ઈમેલ વાસ્તવમાં ક્યાંથી મોકલવામાં આવ્યા છે તેનો સ્ત્રોત શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 03:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK