Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > FDAએ ૧.૯ કરોડનાં ખાદ્ય પદાર્થો અને હેલ્થ સપ્લિમેન્ટ્સ જપ્ત કર્યાં

FDAએ ૧.૯ કરોડનાં ખાદ્ય પદાર્થો અને હેલ્થ સપ્લિમેન્ટ્સ જપ્ત કર્યાં

Published : 16 November, 2026 07:45 AM | Modified : 16 November, 2026 03:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FDAએ જપ્ત કરેલા માલ અને વાહનોની કુલ કિંમત આશરે ૧.૯ કરોડ રૂપિયા આંકી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યભરમાં ૧.૯ કરોડ રૂપિયાનાં ખાદ્ય પદાર્થો, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને અન્ય ઉત્પાદનો જપ્ત કર્યાં છે. ૨૭ એસ્ટૅબ્લિશમેન્ટ સામે કાર્યવાહી કરી છે અને પુણેની લોકપ્રિય રેસ્ટોરાં વૈશાલી અને રૂપાલીનાં લાઇસન્સ હોટેલમાં અસ્વચ્છતા હોવાથી સસ્પેન્ડ કર્યાં છે.

FDAએ ૧૩ નવેમ્બરે રાજ્યના છ વિભાગોમાં હેલ્થ સપ્લિમેન્ટ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સનું કામ કરતી ૧૭ એસ્ટૅબ્લિશમેન્ટ પર એકસાથે ઇન્સ્પેક્શન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ૧.૩૮ કરોડ રૂપિયાના જથ્થામાં એવા ઘટકો જપ્ત કર્યા હતા જેમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા મંજૂર અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનમાં પુણે, નાશિક, કોકણ, નાગપુર, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર વિભાગોને આવરી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ હેલ્થ સપ્લિમેન્ટ્સ અને ખાસ સ્પેશ્યલ ડાયટ માટેના ખોરાકમાં મૅગ્નેશિયમ એસિટિલ ટૌરેટ અને નિકોટીનામાઇડ મોનોન્યુક્લિયોટાઇડનો ઉપયોગ શોધી કાઢ્યો હતો. 



FDAએ જણાવ્યું હતું કે ઉત્પાદકોએ જરૂરી મંજૂરી મેળવ્યા વિના આ ઉત્પાદનોનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે માર્કેર્ટ્સે તેમનાં લાઇસન્સમાં સંબંધિત ફૂડ કૅટેગરીનો સમાવેશ કર્યા વિના તેમને વેચી દીધા હતા. અધિકારીઓએ શંકાસ્પદ સ્ટૉક જપ્ત કર્યો હતો અને ટેસ્ટિંગ માટે સૅમ્પલ્સ લૅબોરેટરીમાં મોકલ્યાં હતાં. જપ્ત કરાયેલા હેલ્થ સપ્લિમેન્ટ્સની કિંમત નાગપુર વિભાગમાં ૫૭.૩૦ લાખ રૂપિયા, કોકણમાં ૪૭.૬૫ લાખ રૂપિયા અને પુણે વિભાગમાં ૩૦.૫૭ લાખ રૂપિયા હતી.


FDAએ નિવેદનમાં જણાવ્યું છે કે બીજી કાર્યવાહીમાં કોલ્હાપુર જિલ્લામાં એવન્યુ સુપરમાર્ટ્‍સ લિમિટેડની એક સંસ્થામાંથી ૨૧,૦૦૪ લીટર શંકાસ્પદ ૪૫.૯૫ લાખ રૂપિયાની કિંમતનું હલકી ગુણવત્તાનું ખાવાનું તેલ જપ્ત કર્યું હતું. 

એ ઉપરાંત ગુટકા, સુગંધિત પાન-મસાલા, સુગંધિત તમાકુ અને સુગંધિત સુપારી સહિત પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનોનાં સંગ્રહ અથવા વેચાણમાં સામેલ સાત એસ્ટૅબ્લિશમેન્ટ અને વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ૩.૯૨ લાખ રૂપિયાના પ્રતિબંધિત ગુટકા અને ગુડ્સ કૅરિયર જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહીમાં ગ્રેટર મુંબઈમાં છ એસ્ટૅબ્લિશમેન્ટ અને પુણેમાં એક કેસ આવરી લેવામાં આવ્યો હતો. FDAએ ૭ આરોપીઓ સામે પાંચ ગુના નોંધ્યા હતા.
સંયુક્ત જપ્તીમાં ૧.૩૮ કરોડ રૂપિયાના હેલ્થ સપ્લિમેન્ટ્સ, ૪૫.૯૫ લાખ રૂપિયાનું ખાવાનું તેલ અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો (ગુટકા) અને ૫.૯૨ લાખ રૂપિયાના વાહનનો સમાવેશ થાય છે. FDAએ જપ્ત કરેલા માલ અને વાહનોની કુલ કિંમત આશરે ૧.૯ કરોડ રૂપિયા આંકી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK