Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી સિંહાની ફરિયાદ પર પકડાયેલા આરોપીની ધરપકડ ગેરકાયદે ગણાવીને કોર્ટે છોડી મૂક્યો

સોનાક્ષી સિંહાની ફરિયાદ પર પકડાયેલા આરોપીની ધરપકડ ગેરકાયદે ગણાવીને કોર્ટે છોડી મૂક્યો

Published : 16 November, 2026 07:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નગ્ન તસવીરો પર ઍક્ટ્રેસનો ચહેરો વાપરવાનો મામલો: બાંદરા પોલીસે દિલ્હીના આર્યન જૈનની ધરપકડ કરી, પણ સ્થાનિક મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વિના સીધો મુંબઈ લવાયો હોવાથી અદાલત ભડકી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા


સોશ્યલ મીડિયા પર પોતાના મૉર્ફ કરેલા નગ્ન ફોટો વાઇરલ થવા મુદ્દે બૉલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે દિલ્હીના એક જણની ધરપકડ કરી હતી, પરંતુ મુંબઈની એક કોર્ટે તેની ધરપકડને ‘ગેરકાયદે’ ગણાવીને શનિવારે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
અત્યાર સુધી બૉલીવુડની અનેક અભિનેત્રીઓ મૉર્ફ ફોટોગ્રાફ્સનો શિકાર બની ચૂકી છે અને હવે ‘દબંગ’ ફેમ સોનાક્ષી સિંહાને નકલી અશ્લીલ તસવીરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. ‘હીરામંડી’ની અભિનેત્રીએ તાજેતરમાં મુંબઈના બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીનો એક માણસ સોશ્યલ મીડિયા પર તેના મૉર્ફ કરેલા નગ્ન ફોટો ફરતા કરી રહ્યો છે.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપી તરીકે આર્યન દીપક જૈનની ઓળખ કરી હતી. દિલ્હીના શાહદરા સ્થિત જગતપુરી પોલીસ-સ્ટેશન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આર્યન જૈનને બાંદરા કોર્ટમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને ત્રણ દિવસની કસ્ટડીની માગણી કરી હતી. પોલીસ-અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે સોનાક્ષીના મૉર્ફ ફોટો બનાવવા માટે વપરાયેલા ઇલેક્ટ્રૉનિક ડિવાઇસને શોધવા માટે આરોપીની પૂછપરછ જરૂરી છે.
જોકે કોર્ટે પોલીસની માગણી ફગાવી દઈને આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મૅજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે આરોપીને દિલ્હીથી મુંબઈ લાવતી વખતે પોલીસે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. 
કોર્ટે અવલોકન કર્યું હતું કે ‘એવું જણાય છે કે પોલીસે નજીકના મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ આરોપીને દિલ્હીથી સીધો આ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.’ 
તપાસ-એજન્સી આ પ્રક્રિયા ન અનુસરવા પાછળ કોઈ સંતોષકારક ખુલાસો આપી શકી નથી.

બચાવપક્ષની દલીલ : ફરિયાદી સેલિબ્રિટી છે એટલે મુંબઈ પોલીસે અસામાન્ય ઉતાવળ દેખાડી



સુનાવણી દરમ્યાન બચાવપક્ષના વકીલોએ કસ્ટડીની માગણીનો સખત વિરોધ કરતાં દલીલ કરી હતી કે પોલીસે ન તો જરૂરી નોટિસ આપી હતી કે ન તો આર્યન જૈનને તેની ધરપકડનાં કારણો જણાવ્યાં હતાં. આ ઉપરાંત તેને દિલ્હીના સ્થાનિક મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વિના જ અધિકારક્ષેત્રની બહાર લઈ જઈને ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો. બચાવપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદી સેલિબ્રિટી હોવાથી પોલીસે અસામાન્ય ઉતાવળ દાખવી છે. બીજી તરફ, આર્યન જૈને પોતે કોઈ ગુનો ન કર્યો હોવાનું જણાવીને દલીલ કરી હતી કે આ કેસમાં લગાવાયેલી કલમો પ્રથમદર્શી રીતે લાગુ પડતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK