પનીર-પિન્ક લાડુ
સામગ્રી
ADVERTISEMENT
- યલો ફિલિંગ માટે
- એક વાટકી પનીર
- અડધી વાટકી માવો
- એક ચમચો મિલ્ક મેઇડ
- એક ચમચી બદામ-પિસ્તાનો ભૂકો
- થોડા તાંતણા કેસર
- બહારના પિન્ક લેયર માટે
- એક વાટકી ડેસિકેટેડ કોકોનટ પાઉડર
- એક ચમચો મિલ્ક મેઇડ
- એક ચમચો રોઝ સિરપ
રીત
એક કડાઈમાં માવાને શેકી લો. એક બાઉલમાં પનીર લઈ એને મસળી એમાં માવો મિક્સ કરો. તેમાં એક ચમચો મિલ્ક મેઇડ નાખી બદામ-પસ્તાનો ભુક્કો ઉમેરો. કેસરને એક ચમચી ગરમ દૂધમાં પાંચ મિનિટ પલાળો અને આ મિશ્રણમાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને નાના-નાના લાડુ બનાવી અલગ રાખો.
ડેસિકેટેડ કોકોનટમાં એક ચમચો રોઝ સિરપ અને એક ચમચો મિલ્કમેડ ઉમેરો. હવે તૈયાર કરેલા કેસરવાળા યલો લાડુને આ પિન્ક કલરના મિશ્રણમાં બરાબર રગદોળી પિન્ક કલરનો મોટો લાડુ બનાવો. બધા લાડુ આ રીતે તૈયાર કરી એને અડધો કલાક ફ્રિજમાં સેટ કરવા મૂકો. બહાર કાઢી વચ્ચેથી કટ કરી સર્વ કરો.