Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારથી નીચે રહેવાતું નથી અને ઉપર જવાતું નથી: કુછ ન કુછ તો ઝરૂર હોના હૈ

બજારથી નીચે રહેવાતું નથી અને ઉપર જવાતું નથી: કુછ ન કુછ તો ઝરૂર હોના હૈ

04 May, 2024 09:18 AM IST | Mumbai
Anil Patel

સોમવારે ખૂલનારા વિન્સોલ એન્જિનિયરિંગના એસએમઈ ઇશ્યુમાં ગ્રે માર્કેટ ખાતે ફેન્સી, ૧૨૪નું પ્રીમિયમ: પરિણામ પાછળ બ્લુડાર્ટ ૫૮૫ રૂપિયા ઊછળ્યો, વૉલ્ટેમ્પ ૯૮૬ રૂપિયા તૂટ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શુક્રવાર બજાર માટે સોગવાર (દુઃખદાયક) નીવડ્યો છે. સેન્સેક્સ મજબૂત ખૂલી ફરી એક વાર ૭૫,૦૦૦ વટાવી ગયો છે. નિફ્ટી ફરીથી ઑલટાઇમ હાઈ દેખાયો છે અને માર્કેટ ફરી એક વાર ઉપલા મથાળેથી પટકાયું છે, જેમાં ફરી એક વાર ટ્રેડિંગના આશિકોનાં બૅન્ક-બૅલૅન્સ સાફ થયાં છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૦૭ પૉઇન્ટના ગૅપમાં મજબૂત, ૭૫,૦૧૮ ખૂલી ઉપરમાં ૭૫,૦૯૫ થયો ત્યારે ૭૫,૧૨૪ની ઑલટાઇમ હાઈ હાથવેંતમાં દેખાતી હતી. નિફ્ટી તો ત્યારે ૨૨,૭૯૫ની નવી સર્વોચ્ચ સપાટી સર કરી ચૂક્યો હતો. એકાએક માર્કેટની દિશા ફેરવાઈ, બજાર એકધારું લપસવા માંડ્યું, સેન્સેક્સ ૧૬૨૭ પૉઇન્ટ પટકાઈ નીચામાં ૭૩,૪૬૮ની અંદર આવી ગયો ને નિફ્ટી ૪૪૭ પૉઇન્ટના કડાકામાં ૨૨,૩૪૮ થઈ ગયો. છેવટે બજાર ૭૩૩ પૉઇન્ટની ખરાબીમાં ૭૩,૮૭૮ અને નિફ્ટી ૧૭૨ પૉઇન્ટ બગડી ૨૨,૪૭૬ બંધ આવ્યો છે. આવું કેમ થયું? બજાર ઓવર વૅલ્યુડ છે, પ્રૉફિટ બુકિંગ આવ્યું છે, એપ્રિલમાં એફઆઇઆઇએ ૩૫,૭૦૦ કરોડની નેટ વેચવાલી કરી છે, બજાર લાંબી છલાંગ સાથે તેજીનો નવો રાઉન્ડ શરૂ કરવા જરૂરી થાકોડો ખાવાના મૂડમાં છે. જિયોપૉલિટિકલ ટેન્શન છે વગેરે વગેરે. જોકે આ બધા ગલગોટિયા ઑપિનિયન છે, એનો કોઈ અર્થ નથી. હકીકત એ છે કે બજારથી ઉપર જવાતું નથી (ઉપર જવાની તાકાત હવે રહી નથી) અને નીચે એનાથી રહેવાતું નથી. (બજાર નીચે તો ન જ જવું જોઈએ એવી કોઈકની ભારે જીદ છે.) માર્કેટ એની તાકાત અને કોઈકની જીદ વચ્ચે હાલ પિસાઈ રહ્યું છે, શું થશે? ખબર નથી. બટ, કુછ ન કુછ તો જરૂર હૌન હૈ.. બસ, થોડાસા ઇન્તજાર.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 09:18 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK