Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તિલક, કમંડળ, પાદુકા, જટા નથી તો પણ ગાંધીજી મહાત્મા

તિલક, કમંડળ, પાદુકા, જટા નથી તો પણ ગાંધીજી મહાત્મા

Published : 15 February, 2023 05:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે એવી મારી સાત્ત્વિક શ્રદ્ધા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

માનસ ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના મુખેથી શબરી સમક્ષ ભક્તિસૂત્રોની ચર્ચા કરી છે. એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે એવી મારી સાત્ત્વિક શ્રદ્ધા છે. આ ભક્તિસૂત્રો કયાં છે એની ચર્ચા હવે આપણે કરવાની છે.

ગોસ્વામી તુલસીદાસજી મહારાજે વર્ણવેલાં એ ભક્તિસૂત્રોમાં સૌથી પહેલાં આવે છે સંતસંગ. હા, સંતનો સંગ.



સંતનો સંગ કરવો એ ભક્તિનું પ્રથમ સૂત્ર છે. હવે સવાલ એ થાય કે સંત કોને કહેવા જોઈએ? જે માણસે ભગવાં વસ્ત્રો પહેર્યાં હોય, માથા પર મોટી જટા ધારણ કરી હોય, જેમના ભાલ પર તિલક, 
હાથમાં કમંડળ અને ચરણોમાં પાદુકા હોય એવા માણસને સંત કહેવા જોઈએ એ બરાબર છે, પણ આ જવાબની સાથે જ મારો એક સવાલ પણ છે. ગાંધીજીએ આવું કશું ધારણ કર્યું નહોતું છતાં આપણે તેમને સાબરમતીના સંત કહ્યા છે. કહ્યા જ છે એટલું નહીં, આપણે તેમને એ સ્થાને બેસાડ્યા પણ છે અને તેમને એટલું જ માન આપ્યું છે જેટલું એક સંતને માન મળવું જોઈએ. આખું વિશ્વ આજે ગાંધીજીને મહાત્મા કહે છે, બાપુ કહે છે અને ગાંધીજીના આ ઉદાહરણ સાથે હું કહું છું કે જેકોઈ માણસમાં માણસાઈ દેખાય, માનવતાનાં દર્શન થાય, પછી તે ભલે ગમે એ નાતનો, ગમે એ પ્રાંતનો હોય, ગમે એ દેશમાં હોય કે ગમે એ વેશમાં હોય, એના સહવાસમાં રહેવું એ સંતસંગ જ કહેવાય અને એ સંતસંગથી પ્રથમ પ્રકારની ભક્તિ સિદ્ધ થાય માટે સંતના બાહ્ય રૂપ પર જવાને બદલે એના માનસનાં દર્શન કરજો, એના હૈયામાં રહેલી માનવતાનાં દર્શન કરજો અને એનો સંગ કરજો.


આ પણ વાંચો: ભક્તિમાં બુદ્ધિ નહીં, શુદ્ધિ જ કામ આવે

ભક્તિસૂત્રમાં એ પછી આવે છે, કથાશ્રવણ.


બીજા સૂત્રમાં રામ પોતાની કથા એટલે કે રામકથા સાંભળવાનું કહે છે, પરંતુ હું એમ કહીશ કે રામકથા કે બીજી કોઈ કથા સાંભળી શકાય તો સારી વાત છે, એમાં કશું ખોટું નથી, પણ ધારો કે એ સાંભળી ન શકાય તો જ્યાં શુભ ચર્ચા થતી હોય એનું શ્રવણ કરવાથી ભક્તિના બીજા સૂત્રને અનુસર્યા ગણાશે. એવું જરા પણ જરૂરી નથી કે કથામંડપમાં જઈને બેસીએ તો જ ભક્તિ થાય, પરંતુ કોઈ પણ ક્ષેત્રના વિદ્વાનના મુખેથી જો કલ્યાણકારી વાત થતી હોય તો એના સાક્ષી બનીને એનું શ્રવણ કરવાથી બીજા પ્રકારની ભક્તિ સિદ્ધ થશે.

ભક્તિસૂત્રનાં અન્ય સૂત્રો વિશે હવે ચર્ચા કરીશું આપણે આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK