Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય ફુટબોલ ચાહકોને મોટો ઝટકો, સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય ફુટબોલ ચાહકોને મોટો ઝટકો, સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી

Published : 16 May, 2024 12:30 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sunil Chhetri Retirement: સોશ્યલ મીડિયા પર ઈમોશનલ વીડિયો પોસ્ટ કરી સુનીલ છેત્રીએ કરી મોટી જાહેરાત

સુનીલ છેત્રીની ફાઇલ તસવીર

સુનીલ છેત્રીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સુનીલ છેત્રી ૧૫૦ મેચ રમ્યો છે
  2. છેલ્લી મેચ ૬ જૂને કુવૈત વિરુદ્ધ રમશે
  3. ભારતીય ફૂટબોલ આઇકોન કહેવાય છે સુનીલ છેત્રી

ભારત (India) ના ફુટબોલ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના મહાન ફુટબોલર સુનીલ છેત્રી (Sunil Chhetri) એ નિવૃત્તિની જાહેરાત (Sunil Chhetri Retirement) કરી છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, તે કુવૈત (Kuwait) સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ (FIFA World Cup Qualification Match) બાદ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃત્તિ લેશે. આ મેચ ૬ જૂને રમાશે. સુનીલ છેત્રીએ ભારત માટે ૧૫૦ મેચ રમી છે. તેણે આ મેચોમાં ૯૪ ગોલ કર્યા છે.


ભારતીય ફૂટબોલ આઇકોન સુનિલ છેત્રીએ ગુરુવારે છ જૂને કોલકાતામાં કુવૈત સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો, જેનાથી તેની બે દાયકાની શાનદાર કારકિર્દીનો અંત આવશે. લાંબા સમયથી સેવા આપી રહેલા રાષ્ટ્રીય ટીમના કેપ્ટને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરેલા એક વીડિયો દ્વારા તેના નિર્ણયની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ગ્રુપ Aમાં લીડર કતાર (Qatar) થી ચાર પોઈન્ટ પાછળ બીજા સ્થાને છે.



૩૯ વર્ષીય સુનીલ છેત્રીએ નિવૃત્તિના નિર્ણયની જાહેરાત સોશ્યલ મીડિયાના માધ્યમથી કરી છે. તેણે કહ્યું કે, ‘એક દિવસ એવો છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. મને હંમેશા એ દિવસ યાદ રહેશે કે જ્યારે હું મારા દેશ માટે પહેલીવાર રમ્યો હતો. તે અકલ્પનીય હતું. રાષ્ટ્રીય ટીમના મારા પ્રથમ કોચ, સુખી સર, એક સવારે મારી પાસે આવ્યા અને કહ્યું - શું તું આજે તારી કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યો છે? તે સમયે મને કેવું લાગ્યું તે હું સમજાવી શકતો નથી. મેં મારી જર્સી લીધી અને તેના પર પરફ્યુમ છાંટ્યું… મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું.’



ભારતીય ફુટબોલ ટીમના કપ્તાને આગળ કહ્યું કે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ સ્તર પર રમીશ. દેશ માટે રમીશ. આગામી મેચ પણ મારી છેલ્લી મેચ હશે. જેમ જ મેં મારી જાતને કહ્યું કે હા, આ મારી છેલ્લી મેચ હશે. ત્યારથી મને બધું યાદ આવવા લાગ્યું. તે ખૂબ જ વિચિત્ર હતું. હું સારું-ખરાબ અને ખરાબ જે પણ રમ્યો તે દરેક વસ્તુ વિશે વિચારવા લાગ્યો. મેં માતા, પિતા અને પત્નીને મારા નિર્ણય વિશે જણાવ્યું. પિતાએ તેને સામાન્ય રીતે લીધો. તેઓ ખુશ હતા, પરંતુ મારી માતા અને પત્ની રડવા લાગ્યા. તેમણે જોરથી રડવાનું શરૂ કર્યું.’

સુનીલ છેત્રી ટોપ-5 ફૂટબોલરોમાં સામેલ છે જેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોમાં સૌથી વધુ ગોલ કર્યા છે. સૌથી વધુ ૧૨૮ ગોલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ના નામે છે. ઈરાન (Iran) નો અલી દાઈ (Ali Daei) ૧૦૮ ગોલ સાથે બીજા સ્થાને અને લિયોનેલ મેસી (Lionel Messi) ૧૦૬ ગોલ સાથે ત્રીજા સ્થાને છે. આ ત્રણ પછી સુનીલ છેત્રી છે. મલેશિયા (Malaysia) નો મુક્તાર દેહારી (Muktar Dehari) ૮૯ ગોલ સાથે પાંચમા સ્થાને છે.

સુનીલ છેત્રીએ ૧૫૦ મેચમાં ૯૪ ગોલ કર્યા છે. તેની મેચ દીઠ ગોલ સરેરાશ ૦.૬૩ છે. આ ગોલ એવરેજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૦.૬૨ અને લિયોનેલ મેસીના ૦.૫૯ કરતા વધુ સારી છે. રોનાલ્ડોએ ૨૦૬ મેચમાં ૧૧૮ ગોલ કર્યા છે. મેસીએ ૧૦૬ ગોલ કરવા માટે ૧૮૦ મેચ રમવી પડી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૫માં ડેબ્યૂ કરનાર સુનીલ છેત્રીએ દેશ માટે ૯૪ ગોલ કર્યા છે. તે ભારતના સર્વકાલીન ટોપ સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે નિવૃત્તિ લેશે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK