Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Columnists

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અહિંસા પરમો ધર્મનો નહીં પણ અત્યારે સમય છે વીરતા પરમો ધર્મને અનુસરવાનો

હું માનું છું કે આ પ્રકારની જનજાગૃતિની દરેક સમાજને અને આપણા દેશને સખત જરૂર છે.

08 May, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઉનાળામાં એક્સરસાઇઝ હાર્ટ માટે જોખમી ન બને એનું ધ્યાન રાખજો

પરસેવો પાડો તો વધુ કૅલરી બર્ન થાયવાળો ફંડા ઉનાળામાં ભૂલી જવા જેવો છે. ઉનાળામાં ઇન ફૅક્ટ વધુપડતા પરસેવાને કારણે ડીહાઇડ્રેશન થવાને કારણે હાર્ટ પર લોડ વધી શકે છે, જે હાર્ટ-અટૅકમાં પણ પરિણમી શકે

08 May, 2025 07:10 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

જો પ્રયત્ન કરીએ તો હાર્ટ ફેલ્યરથી બચી શકાય ખરું

જે ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. બાકી અમુક જુદાં કારણોસર થતા જુદી પ્રકારનાં હાર્ટ ફેલ્યર પણ હોય છે જે યુવાનોમાં પણ જોવા મળી શકે છે.

08 May, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઘરે જ બનાવો હેલ્ધી મેયોનીઝ

તામિલનાડુ સરકારે કાચાં ઈંડાંમાંથી બનાવવામાં આવતા મેયોનીઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આવા મેયોનીઝના સેવનથી લોકોમાં ફૂડ-પૉઇઝનિંગનું જોખમ ઊભું થઈ રહ્યું છે. એટલે ઘરે બેસીને જ શાકાહારી પદ્ધતિથી મેયોનીઝ કેમ બનાવવું એની રીત જાણી લઈએ

07 May, 2025 03:45 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વાસ્થ્યાસનના પિસ્તાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: નબળી આંખોમાં આવશે સુધાર, યાદશક્તિ થશે તેજ- માત્ર ૧૦ મિનિટના ધ્યાનથી

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ત્રાટક’ધ્યાનના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુદ્રાની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો

02 May, 2025 07:02 IST | Mumbai | Dharmik Parmar
રક્તનળીમાંથી પસાર થતું લોહી , રક્તનળીમાં જમા થયેલું બૅડ કૉલેસ્ટરોલ

આ છ વસ્તુનું સેવન કરીને ઘટાડો કૉલેસ્ટરોલ

અયોગ્ય ખાનપાન, મેદસ્વિતા, કસરતનો અભાવ, ધૂમ્રપાન વગેરે કારણોસર શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. લાંબા સમય સુધી શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ રહે તો હાર્ટ-અટૅક, સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ પણ વધી શકે છે કૉલેસ્ટરોલ નામ સાંભળતાં જ આપણને એમ લાગે કે એ કોઈ ખરાબ વસ્તુ છે, પણ એવું નથી. કૉલેસ્ટરોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનો એક ઘટક છે. શરીરમાં ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમ જ હૉર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ આવશ્યકતા કરતાં વધી જાય છે. લોહીમાં ફરતું કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થાય છે એને કારણે એ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. એને કારણે શરીરના જે-તે ભાગને લોહી ઓછું મળવાથી હાર્ટ-અટૅક, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે શરીરમાં બે પ્રકારનાં કૉલેસ્ટરોલ હોય છે, એક ગુડ કૉલેસ્ટરોલ અને બીજું બૅડ કૉલેસ્ટરોલ. ગુડ કૉલેસ્ટરોલ શરીરમાં રહેલા વધારાના કૉલેસ્ટરોલને હટાવવાનું કામ કરે છે, જ્યારે બૅડ કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થઈને એને બ્લૉક કરે છે. એવામાં આપણે નીચે જણાવેલી છ વસ્તુનું સેવન કરીએ તો બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. આને લઈને આયુર્વેદિક નિષ્ણાત અને યોગગુરુ ડૉ. હંસાજી યોગેન્દ્રએ એક વિડિયોમાં શૅર કરેલી માહિતી અહીં રજૂ કરીએ છીએ...  

29 April, 2025 06:59 IST | Mumbai | Heena Patel
કાશ્મીર

પૈસા જતા હોય તો ભલે જાય, પણ હમણાં કાશ્મીર તો નહીં જ જઈએ

પહેલી જ વાર કાશ્મીર જવાના અનેરા ઉત્સાહ સાથે મહિનાઓ પહેલાં કરેલા બુકિંગને કૅન્સલ કરીને અઢળક ગુજરાતીઓએ કાશ્મીર જવાનો પ્લાન માંડી વાળ્યો છે. હવે કાશ્મીર ક્યારે જઈશું એની ખબર નથી પણ અત્યારે તો નહીં જ એવો સ્પષ્ટ નકાર કરતા મુંબઈકરો સાથે વાત કરીએ અને જાણીએ કે આ બર્બરતાપૂર્ણ આતંકી હુમલાએ તેમના માનસ પર શું અસર કરી છે ધરતીનું સ્વર્ગ પોતાના જીવનમાં એક વાર તો જોઈ જ લેવું જોઈએ અને છેલ્લાં થોડાંક વર્ષોમાં કાશ્મીરમાં વ્યાપેલી શાંતિ અને થઈ રહેલા વિકાસની વાતોને કારણે ઘણા ગુજરાતીઓ વિદેશપ્રવાસને બદલે એક વાર કાશ્મીર જઈ આવીએ એવું માનતા થયા હતા અને એટલે જ કાશ્મીર જવા માટે પ્રવાસીઓનો ક્યારેય ન જોયો હોય એવો ધસારો ટ્રાવેલ-એજન્ટોએ જોયો હતો. જોકે એક ખોફનાક ઘટનાએ દેશ આખાના નાગરિકોના પગ તળેથી જમીન ખસેડી લેવાનું કામ કર્યું છે. એક તરફ અકલ્પનીય સ્તરે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા પ્રત્યે અસહ્ય સંવેદનાઓએ ઉછાળા માર્યા તો બીજી બાજુ મૃત્યુના ભયે કાશ્મીર પ્રત્યેના આકર્ષણને ઓસરાવવાનું કામ કર્યું. માર્ચથી લગભગ મિડ-જૂન સુધીનો સમય કાશ્મીર માટે ટૂરિસ્ટ સીઝન ગણાય અને હજારોની માત્રામાં ગ્રુપ-ટૂર્સનું આ ગાળા દરમ્યાન આયોજન થતું હોય છે, પરંતુ બાવીસ એપ્રિલે ઘટેલી ઘટનાએ કાશ્મીરને જોવાના પ્રવાસીઓના તમામ ઓરતાઓ ઓસરાવી દીધા. કેટલાય ટૂર-ઑપરેટરોએ પોતાને થયેલા નુકસાનને ગણકાર્યા વિના ટૂર કૅન્સલ કરીને પ્રવાસીઓને ફુલ રીફન્ડ આપ્યું. તો કેટલાય પ્રવાસીઓએ રીફન્ડની ચિંતા કર્યા વિના મહિનાઓ પહેલાં કરેલા બુકિંગને કૅન્સલ કરી નાખ્યું. મુંબઈમાં વસતા કાશ્મીરને જોવાનાં સપનાંઓ સેવતા અને હવે કાશ્મીરના નામથી પણ એ કરુણાંતિકાને યાદ કરીને ઇમોશનલ થઈ જતા લોકો સાથે તેમની મનઃસ્થિતિ વિશે વાત કરીએ.

26 April, 2025 03:52 IST | Mumbai | Ruchita Shah
સ્વાસ્થ્યાસનના ચુમ્માલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આત્મિક ઊર્જા વધશે, આરોગ્ય સુધરશે ને ચહેરો નિખરશે આ હસ્તમુદ્રાથી

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંકજ મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુદ્રાની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો      

24 April, 2025 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai
કેવી રીતે શરૂ થઈ ભાઈ-બહેનના આ તહેવારની શરૂઆત જાણો આ વીડિયોમાં

કેવી રીતે શરૂ થઈ ભાઈ-બહેનના આ તહેવારની શરૂઆત જાણો આ વીડિયોમાં

ક્યારે શરૂ થયો કાચા સૂતરને તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ? કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત? કેમ ઉજવવામાં આવે છે આ તહેવાર? શું છે રક્ષાબંધનના પર્વ પાછળની કથા? જાણો મિડ-ડે ગુજરાતીના વીડિયો માં આખા તહેવારનો સાર...

19 August, 2024 07:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK