ઘરમાં શૂટ કરવામાં આવેલા મારા કિડનૅપિંગનું દૃશ્ય લોકોને પસંદ પડે એવી આશા
કોરોનાને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે અને એમ છતાં કેટલાંક પ્રોડક્શન-હાઉસ દરેક પ્રકારની સાવચેતી રાખીને ઘરમાં શૂટિંગ કરી રહ્યાં છે. કલર્સ પર આવતી સિરિયલ ‘નાટી પિંકી કી લંબી લવ સ્ટોરી’ના કિડનૅપિંગનું દૃશ્ય ઍક્ટર દ્વારા ઘરમાં શૂટ કરવાં આવ્યું છે. કોઈ પણ કિડનૅપિંગનું દૃશ્ય એક નાકડી જગ્યાએ એકલામાં કરવું શક્ય નથી એમ છતાં કેટલીક ક્રીએટિવિટી દ્વારા અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને આ દૃશ્યનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ શોમાં ગગન પિન્કીને કિડનૅપ કરતો જોવા મળશે. આ સાંભળીને અર્જુન પિન્કીને છોડાવવા માટે દિવસ-રાત એક કરતો જોવા મળશે. આ વિશે રિયા શુક્લાએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ કિડનૅપિંગના દૃશ્યને ઇમૅજિન કરું છું ત્યારે દોરી, વિલન અને હીરોઝની વચ્ચે હિરોઇનને લઈને ફાઇટ મને દેખાઈ છે. આ દૃશ્યમાં હું હિરોઇન છું. જોકે આ દૃશ્યને કારણે મારું ઇમૅજિનેશન બદલાઈ ગયું છે. મારા માટે આ એકદમ અલગ અનુભવ હતો. મારા માટે આ એક જીવનભરનો અનુભવ હતો. મને આ શૂટિંગ કરવાની મજા આવી હતી અને દર્શકોને પણ એ પસંદ પડે એવી આશા છે.’