Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Singer Sidhu Moose wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી ગુંજી કિલકારી, માતાએ આપ્યો દીકરાને જન્મ

Singer Sidhu Moose wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી ગુંજી કિલકારી, માતાએ આપ્યો દીકરાને જન્મ

17 March, 2024 10:30 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Singer Sidhu Moose wala: સિદ્ધુ મૂસવાલેના પિતા બલકાર સિંહ ભટિંડાની જિંદાલ હોસ્પિટલમાં નવા જન્મેલા બાળક સાથે જોવા મળ્યા હતા.

 બલકૌર સિંહ નાના નવજાત પુત્ર સાથે (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

બલકૌર સિંહ નાના નવજાત પુત્ર સાથે (તસવીર: ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
  2. એકના એક પુત્રને ખોઈ બેસતા માતા-પિતા ભાંગી પડ્યા હતા
  3. સંતાન પ્રાપ્તિ માટે માતા-પિતાએ IVF ટેકનિક પસંદ કરી હતી

સિદ્ધુ મૂસેવાલા (Singer Sidhu Moose wala)ને ત્યાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો સિદ્ધુ મૂસેવાલામી માતાએ ભટિંડાની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. આ બાળકની સુંદર તસવીર પણ સામે આવી છે. 

તસવીરમાં જોવા મળી રહી છે ખુશી.. રોનક.. 



વાયરલ થયેલી તસવીરમાં જોઈ શકાય છે કે સિદ્ધુ મૂસવાલેના પિતા બલકાર સિંહ ભટિંડાની જિંદાલ હોસ્પિટલમાં નવા જન્મેલા બાળક સાથે છે. તેની સાથે બે નર્સ પણ બેઠેલી જોવા મળે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર સિદ્ધુ મૂસેવાલાની માતાએ એક બેબી બોયને જન્મ આપ્યો છે. 


બલકૌર સિંહે વ્યક્ત કરી ખુશી 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu)


સિદ્ધુ મૂસેવાલા (Singer Sidhu Moose wala)ના પિતા બલકૌર સિંહે પણ તેમના નાના પુત્રની તસવીર શૅર કરતા લખ્યું છે કે, `શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, પરમાત્માએ શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.”

સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા બાદ પોલીસ તપાસમાં એવા પણ ખુલાસા થયા હતા કે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં મહિન્દ્રા બોલેરો અને ટોયોટા કોરોલા નામના બે મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.

સિદ્ધુ મૂસેવાલાની માતાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગર્ભ ધારણ કર્યો હતો 

સિદ્ધુ મૂસેવાલા (Singer Sidhu Moose wala) તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. જ્યારે આવી રીતે અચાનક પોતાના એકના એક પુત્રને ખોઈ બેસતા માતા-પિતા ભાંગી પડ્યા હતા. આ સાથે જ પુત્રના ચાલ્યા જવાથી પરિવારના વારસદાર પર પણ પ્રશ્ન ઊભો થયો હતો. ત્યારે સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. 

હવે જ્યારે સિદ્ધુ મૂસેવાલાને ત્યાં નાનકડા ભાઈનો જન્મ થયો છે ત્યારે આ સમાચાર સૌ કોઈ માટે આનંદના સમાચાર બની રહ્યા છે. સિદ્ધુ મૂસેવાલાના ચાહકોમાં તો ખુશીની લહેર છવાઈ જ ગઈ છે પણ સાથે મૂસવાલા પરિવારમાં પણ આ નવા બાળકની કિલકારીયોથી આનંદ છવાઈ ગયો છે.

સિદ્ધુ મૂસેવાલા (Singer Sidhu Moose wala) તેના માતાપિતાનો એકમાત્ર સંતાન હતો. સૂત્રોએ પાસેથી મળતી માહિતી મુજબ તેના માતા-પિતાએ IVF ટેકનિક પસંદ કરી હતી અને ગયા વર્ષે જ આ પ્રક્રિયા માટે વિદેશની મુલાકાત કરી હતી. પરિવારે તે સમયે વિનંતી કરી હતી કે જ્યાં સુધી કાર્યવાહી સફળ ન થાય ત્યાં સુધી સમાચાર સાર્વજનિક ન કરવામાં આવે, હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે ત્યારે આનંદ છવાઈ ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK