Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજ દીકરીના અફેરને કારણે ભડકેલી મમ્મીએ ગળું રહેંસીને તેને મારી નાખી

ટીનેજ દીકરીના અફેરને કારણે ભડકેલી મમ્મીએ ગળું રહેંસીને તેને મારી નાખી

Published : 13 March, 2024 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે તપાસ કરીને મમ્મીની ધરપકડ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-ઈસ્ટમાં રહેતી મમ્મીએ દીકરીના અફેરને લઈને તેને ટપારતાં તેમની વચ્ચે પહેલાં શા​બ્દિક ટપાટપી અને પછી ઝપાઝપી થઈ હતી. એ વખતે દીકરીએ માતાને બચકું ભરી લીધું હતું. ત્યાર બાદ ભડકેલી માતાએ સગી દીકરીનું ગળું દબાવી દેતાં તેનું મોત થયું હતું. નિર્મલનગર પોલીસે આ સંદર્ભે માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.


નિર્મલનગર પોલીસના જણાવ્યા અનુસાર ટીના બગડે તેની ૧૯ વર્ષની દીકરી ભૂ​મિકાના પ્રેમપ્રકરણને લઈને અપસેટ હતી. તેમની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ભૂમિકાએ બચકું ભરી લેતાં વીફરેલી ટીનાએ ગળું દબાવીને તેને મારી નાખી હતી. જોકે એ પછી ભૂમિકાને ડૉક્ટર પાસે લઈ જવાઈ હતી અને કહેવામાં આવ્યું કે તેને ફિટ આવી હતી. જોકે ડૉક્ટરને જાણ થઈ ગઈ કે આ ગળું દબાવીને મારી નાખવાનો કેસ છે એટલે તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરીને મમ્મીની ધરપકડ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK