Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Shaitaan Trailer: ગુજરાતી ફિલ્મ ‘વશ’ પરથી બનેલી અજય દેવગન સ્ટારર `શૈતાન`નું ટ્રેલર રિલીઝ

Shaitaan Trailer: ગુજરાતી ફિલ્મ ‘વશ’ પરથી બનેલી અજય દેવગન સ્ટારર `શૈતાન`નું ટ્રેલર રિલીઝ

22 February, 2024 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક શૈતાન બળપૂર્વક અજય દેવગન (Ajay Devgn)ના ઘરે આવે છે અને તેની દીકરી પર કાળો જાદુ કરે છે અને તેને પોતાની કઠપૂતળી બનાવે છે

તસવીર: યુટ્યુબ

Shaitaan Trailer

તસવીર: યુટ્યુબ


અજય દેવગન (Shaitaan Trailer) આ દિવસોમાં તેની બહુપ્રતિક્ષિત સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ (Shaitaan Trailer) માટે ચર્ચામાં છે. હવે નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ખૂબ જ દમદાર લાગે છે. ટ્રેલરમાં, અજય તેના પરિવારને દુષ્ટ શક્તિથી બચાવતો જોવા મળે છે.

શૈતાનનું પાવરફુલ ટ્રેલર રિલીઝટ્રેલરમાં જોઈ શકાય છે કે એક શૈતાન બળપૂર્વક અજય દેવગન (Ajay Devgn)ના ઘરે આવે છે અને તેની દીકરી પર કાળો જાદુ કરે છે અને તેને પોતાની કઠપૂતળી બનાવે છે. ફિલ્મમાં ‘શેતાન’ (Shaitaan Trailer)નું પાત્ર ભજવનાર આર માધવન પોતાની ઊગ્ર સ્ટાઈલથી લોકોને ડરાવતો જોવા મળે છે.


અજય દેવગણ તેની પુત્રી માટે દુષ્ટ શક્તિઓ સાથે લડ્યો


પોતાની દીકરીની લાચાર હાલત જોઈને અજય દેવગન પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને ‘શૈતાન’ સાથે લડે છે. હવે એ જોવું રોમાંચક રહેશે કે શું અજય પોતાની દીકરીને શેતાનની ચુંગાલમાંથી બહાર કાઢી શકશે કે પછી શેતાન જીતશે? તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

લોકોએ સુપર હિટ ગણાવ્યું

ટ્રેલરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ફિલ્મને સુપરહિટ જાહેર કરી ચૂક્યા છે. અજય દેવગનની પોસ્ટ પર કૉમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સ તેની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી.

આ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મમાં સારા અને અનિષ્ટ વચ્ચેની લડાઈ જોવા મળશે. ટ્રેલર જોયા બાદ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મોમાં અજય દેવગન જોવા મળશે

અજય દેવગનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તે ઘણી ફિલ્મો સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ‘શૈતાન’ પછી, અજય સ્પોર્ટ્સ ડ્રામા મેદાનમાં પણ જોવા મળશે, જેમાં તે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવશે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 23 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય સુપરસ્ટાર રોહિત શેટ્ટીની ફિલ્મ `સિંઘમ અગેન`માં પણ જોવા મળશે. કતારમાં તે અજયની ફિલ્મ `ઓરોં મેં કહાં દમ થા`માં પણ જોવા મળશે, જેમાં તબ્બુ સાથે તેની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. અભિનેતા આ વર્ષે `રેઈડ 2` અને `સાડે સાતી` જેવી ફિલ્મોમાં પણ જોવા મળવાનો છે.

પચાસ દિવસમાં ત્રણ ફિલ્મો રિલીઝ કરશે અજય દેવગન

અજય દેવગન આ વર્ષે પાંચ ફિલ્મો લઈને આવવાનો છે. જોકે તેની ત્રણ ફિલ્મો ફક્ત પચાસ દિવસમાં આવવાની છે. તે ભલે વર્ષમાં પાંચ ફિલ્મો લઈને આવવાનો હોય, પરંતુ તેની ત્રણ ફિલ્મો ફક્ત પચાસ દિવસની અંદર આવવાની છે જે મોટા ભાગે કોઈ ઍક્ટર્સ નથી કરતા. હાલમાં જ તેણે જાહેરાત કરી હતી કે તેની સુપરનૅચરલ ‘શૈતાન’ આ વર્ષે ૮ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આર. માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ દેખાશે. ત્યાર બાદ તેની સ્પોર્ટ્સ-ડ્રામા ‘મૈદાન’ આ વર્ષે એપ્રિલમાં ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. આ ફિલ્મને અમિત રવીન્દરનાથ શર્માએ ડિરેક્ટ અને બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ઘણા વખતથી પોસ્ટપોન થઈ રહી છે. આ ફિલ્મ ફુટબૉલમાં ભારતના સુવર્ણકાળ પર પ્રકાશ પાડશે.

ફિલ્મમાં ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના રોલમાં અજય દેવગન જોવા મળશે. આ ફિલ્મની રિલીઝનાં બે અઠવાડિયાં બાદ તે ‘ઔરોં મેં કહાં દમ થા’ લઈને આવવાનો છે. આ ફિલ્મ રોમૅન્ટિક-થ્રિલર છે. ફિલ્મને નીરજ પાંડેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે જિમ્મી શેરગિલ અને સઈ માંજરેકર જોવા મળશે. ત્યાર બાદ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે તે ‘સિંઘમ અગેઇન’ લઈને આવવાનો છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ દેખાશે. આ ફિલ્મ બાદ તે ‘રેઇડ 2’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં વાણી કપૂર અને રિતેશ દેશમુખ પણ દેખાશે. જોકે ૧૯૯૩માં અજય દેવગનની ૮ ફિલ્મો રિલીઝ થઈ હતી. ૨૦૦૩માં તેની સાત ફિલ્મો અને ૨૦૧૦માં ૬ ફિલ્મો રિલીઝ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK