આ ફિલ્મ આ વર્ષે પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષયકુમાર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને અર્જુન કપૂર પણ જોવા મળશે.
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ આ મહિનાના અંતે ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂરું કરવાનું છે. હાલમાં જ ટાઇગરે જૉર્ડનમાં ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ પૂરું કર્યું છે. રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સ ‘સિંઘમ અગેઇન’માં અજય દેવગન સાથે ટાઇગરની અનેક સીક્વન્સ શૂટ કરવામાં આવી રહી છે. અજય દેવગન તેની ફિલ્મ ‘શૈતાન’ના પ્રમોશનમાં બિઝી થવાનો છે. એથી જેમ બને એમ વહેલાસર અજય દેવગન અને ટાઇગર શ્રોફ સાથેની અગત્યની સીક્વન્સ આ મહિનામાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મ આ વર્ષે પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષયકુમાર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને અર્જુન કપૂર પણ જોવા મળશે.

