ગુજરાતી ફિલ્મ `વશ` પરથી બનેલી અજય દેવગનની ફિલ્મ શૈતાન (Shaitaan teaser)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જે એકદમ નક્કર છે. શાનદાર વોઈસઓવરથી શરૂ થયેલું આ ટીઝર કંઈપણ દ્રશ્ય વગર ઘણું બધું કહી રહ્યું છે.
શૈતાન ફિલ્મ પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- અજય દેવગની ફિલ્મ શૈતાનનું જબરદસ્તો ટીઝર રિલીઝ
- ગુજરાતી ફિલ્મ વશ પરથી બની છે આ ફિલ્મ
- ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ દેખાશે આ ફિલ્મમાં
Shaitaan Teaser: બૉલિવૂડમાં શક્તિશાળી હોરર ફિલ્મોનો દુકાળ છે. લાંબા સમયથી આવી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી, જેને જોયા પછી દર્શકોનો આત્મા કંપી ઉઠે અને તેમના રુવાંટા ઉભા થઈ જાય, પરંતુ હવે અનુભવ થશે. કારણ કે આર. માધવન અને અજય દેવગન એક શાનદાર ફિલ્મ `શૈતાન` લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર આજે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર દ્વારા ફિલ્મની પહેલી ઝલક દર્શાવ્યા બાદ હવે આ ટીઝર સામે આવ્યું છે, જે એકદમ નક્કર છે. શાનદાર વોઈસઓવરથી શરૂ થયેલું આ ટીઝર કંઈપણ દ્રશ્ય વગર ઘણું બધું કહી રહ્યું છે. આ ટીઝર (Shaitaan Tease)ને અજય દેવગન અને આર માધવને તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે.
`શૈતાન`નું ટીઝર રિલીઝ
ADVERTISEMENT
જાદુઈ પરંપરાઓમાં કાલા જાદુ કરવા માટે વૂડૂ ડોલ્સનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ સ્વરૂપોમાં થાય છે. આ ફિલ્મમાં બ્લેક મેજિક અને વૂડૂ ડોલ પ્લે પણ જોવા મળશે. આ કાલા જાદુની ઝલક અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ `શૈતાન`ના ટીઝરમાં જોઈ શકાય છે. ટીઝરથી સ્પષ્ટ છે કે અજય દેવગન અને જ્યોતિકા આ કાલા જાદુ અને શેતાનનો સામનો કરવાના છે. એવું પણ લાગે છે કે કાલા જાદુ કરનાર આ શેતાન આર માધવન છે કે હજી કોઈ અન્ય વ્યક્તિ છે.
View this post on Instagram
ટીઝરમાં વાર્તા આ રીતે દેખાય છે
સમગ્ર ટીઝરમાં, એક શાનદાર વૉઇસઓવર દ્વારા શેતાનની વ્યાખ્યા સમજાવવામાં આવી રહી છે, જે વર્ષોથી શું થઈ રહ્યું છે તેનો સાક્ષી છે. ટીઝરમાં કાલા જાદુ સાથે જોડાયેલી અજીબોગરીબ વાતો પણ જોવા મળે છે. શેતાન લોકોને ચેતવણી પણ આપે છે કે તે જે કહે છે તેનાથી ગેરમાર્ગે ન દોરાય. ટીઝરમાં, આર માધવની અસ્પષ્ટ ઝલક હસતા બતાવવામાં આવી છે, જ્યારે અજય દેવગન અને જ્યોતિકા નર્વસ અને ડરી ગયેલા જોવા મળે છે. ટીઝરથી સ્પષ્ટ છે કે આર માધવનની કંઈક અતરંગી કરશે, જેનો સામનો અજય દેવગન અને જ્યોતિકને કરવો પડશે.
ગુજરાતી ફિલ્મ `વશ` પરથી શૈતાન ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગુજરાતી ફિલ્મમાં જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતેન કુમાર, હિતુ કનોડિયાએ અદ્ભુત અભિનય કરી લોકોના દીલ જીત્યા હતાં. ત્યારે હવે આ ફિલ્મ પરથી બનેલી હિન્દી ફિલ્મ શૈતાનના ટીઝરથી લોકોમાં વધારે આતુરતા જોવા મળી રહી છે. નોંધનીય છે કે શૈતાનમાં અભિનેત્રી જાનકી બોડીવાલા પણ સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
આ ફિલ્મોમાં આર માધવન જોવા મળશે
`શૈતાન` એ Jio સ્ટુડિયો, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયો ઇન્ટરનેશનલનું પ્રેઝન્ટેશન છે. તેનું નિર્માણ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. તે 8 માર્ચે રિલીઝ થશે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આર માધવન પાસે શશિકાંતની ક્રિકેટ ડ્રામા ફિલ્મ, `ટેસ્ટ`, `અધિષ્ઠાસલી` અને `જીડી નાયડુ બાયોપિક` પણ પાઇપલાઇનમાં છે. અભિનેતા છેલ્લે `રેલવેમેન` વેબ સિરીઝમાં જોવા મળ્યા હતા. અજય દેવગન છેલ્લીવાર `ભોલા`માં જોવા મળ્યો હતો જે પડદા પર બહુ કામ કરી શક્યો નહોતો. આગામી દિવસોમાં અજય દેવગન પણ `સિંઘમ 3`માં જોવા મળશે.

