પ્રીતિએ ફૅન્સ સાથે સેલ્ફી લીધા અને તેમને ઑટોગ્રાફ પણ સાઇન કરી આપ્યા હતા
પ્રીતિ ઝિન્ટા
ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પ્રીતિ ઝિન્ટા ગુલાબી સાડી પહેરીને પહોંચી હતી. પિન્ક સાડી પર મૅચિંગ ઇઅર-રિંગ્સે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પ્રીતિએ ફૅન્સ સાથે સેલ્ફી લીધા અને તેમને ઑટોગ્રાફ પણ સાઇન કરી આપ્યા હતા. અનેક સેલિબ્રિટીએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પોતાની હાજરી વિશે પ્રીતિ કહે છે, ‘અહીં ઘણા સમય બાદ આવવાની મને ખુશી છે. આ ફેસ્ટિવલમાં આવીને હું અતિશય ખુશ છું.’ આ ઇન્ટરવ્યુ દરમ્યાન તેના ઇંગ્લિશ ઍક્સેન્ટને લઈને સોશ્યલ મીડિયામાં લોકો તેની નિંદા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિદેશમાં જઈને લોકોની ઍક્સેન્ટ કેમ બદલાઈ જાય છે? પ્રીતિની ઍક્સેન્ટ ખરેખર ખરાબ લાગે છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)