ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની આગામી સીઝન વિશે અર્ચના પૂરણસિંહે કહ્યું…
ફાઇલ તસવીર
કપિલ શર્માનો કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ નેટફ્લિક્સ પર દર શનિવારે રાતે આઠ વાગ્યે દેખાડવામાં આવે છે. એમાં સેલિબ્રિટીઝ આવીને પોતાની લાઇફ સાથે જોડાયેલી અનેક જાણીઅજાણી બાબતો જણાવે છે. એમાં અર્ચના પૂરણસિંહ ખડખડાટ હસીને શોને ગજાવી મૂકે છે. આગામી સીઝન વિશે અર્ચના પૂરણસિંહને લાગે છે કે તે કદાચ એમાં નહીં જોવા મળે.
વાત એમ છે કે કૉમેડિયન રાજીવ ઠાકુર શોમાં એક મજેદાર ઘટના સંભળાવે છે. એને સાંભળીને અર્ચના કહે છે બહુત અચ્છે.
ADVERTISEMENT
તો કપિલ શર્મા તેને કહે છે, ‘જો તેની મજાક એટલી જ ગમે છે તો તેના શોમાં કામ કેમ નથી કરતી?’
તો તેને જવાબ આપતાં અર્ચના કહે છે, ‘મિર્ચી લગ ગઈ. અભી મેરે અગલે સીઝન મેં લીડ કિરદાર હે ઔર મેરી કુર્સી ખતરે મેં હે.’
તો કપિલ શર્મા તેને કહે છે, ‘મેં પહેલેથી જ અર્ચનાને કહી રાખ્યું હતું કે તે મારા જોક્સ સિવાય કોઈના પણ જોક્સ પર ન હસે અને કોઈ કમેન્ટ પણ ન કરે.’

