રણબીર કપૂરને હાથમાં થઈ ઈજા, આલિયા સાથે એરપોર્ટ પર આવ્યા નજર
એરપોર્ટ પર રણબીર અને આલિયા
બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર નજર આવ્યા. સામાન્ય રીતે રણબીર અને આલિયા જ્યારે નજર આવે છે તો ચાહકો તેમને જોઈને ખુશ થઈ જાય છે. પરંતુ હાલમાં જ એરપોર્ટની જે તસવીરો અને વીડિયો સામે આવ્યા તેનાથી ચાહકો ચિંતામાં છે. રણબીર એરપોર્ટ પર જ્યારે કારમાંથી ઉતર્યા ત્યારે તેના હાથ પર સ્લિંગ બંધાયેલુ હતું. જેને જોઈને ચાહકો પરેશાન થઈ ગયા છે.
રણબીર આ પહેલા વીકેન્ડ પર ફુટબૉલ રમતા જોવા મળ્યા હતા. જે તેમણે પાપરાઝી માટે ફોટો પણ ક્લિક કરાવી હતી. રણવીર એ સમયે ઠીક હતા. પરંતુ હાલમાં જ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા તો તેમના હાથમાં ઈજા થયેલી હતી. હવે આ ઈજા તેમને ફુટબૉલ મેચ દરમિયાન લાગી કે કોઈ બીજા કારણથી લાગી તેનું કારણ સામે નથી આવ્યું. એરપોર્ટ પર રણવીર અને આલિયા બંને થોડા અપસેટ નજર આવ્યા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયા જલ્દી જ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવવાના છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ પહેલા આલિયા કરણ જોહરની ફિલ્મ કલંકમાં નજર આવી હતી. આ ફિલ્મ પડદા પર ખાસ કાંઈ કમાલ નહોતી બતાવી શકે. તો રણબીર છેલ્લે ફિલ્મ સંજૂમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT