Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક લઈને આવશે ‘ભૂલભુલૈયા 3’

કાર્તિક લઈને આવશે ‘ભૂલભુલૈયા 3’

12 January, 2023 03:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબુ અને કિયારા અડવાણી પણ લીડ રોલમાં હતી.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


‘ભૂલભુલૈયા 2’ દ્વારા ધમાલ મચાવ્યા બાદ કાર્તિક આર્યન હવે ‘ભૂલભુલૈયા 3’ લઈને આવવાનો છે. ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિકનો પર્ફોર્મન્સ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. આ ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબુ અને કિયારા અડવાણી પણ લીડ રોલમાં હતી. હવે એના ત્રીજા પાર્ટની શરૂઆત કરવામાં આવી છે. એનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે અને ૨૦૨૫માં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. એ ફિલ્મ વિશે પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે ‘અમે કાર્તિક આર્યન સાથે ‘ભૂલભુલૈયા 3’ બનાવવાના છીએ. હાલમાં તો અમે બીજા અને ત્રીજા પાર્ટના ગૅપ પર કામ કરી રહ્યા છીએ. અપેક્ષાઓ તો ખૂબ ઊંચી છે. અમે વિચારી રહ્યા છીએ કે આ ફ્રૅન્ચાઇઝીને કેવી રીતે આગળ લઈ જવી. વર્તમાનમાં તો અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. બધા પ્રોડ્યુસર્સ એના માટે તૈયાર છે. ‘ભૂલભુલૈયા 3’ને ભવ્ય અને હટકે બનાવવાની ઇચ્છા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2023 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK