Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં છ લોકસભા મતવિસ્તારમાં તમામ પક્ષોના ઉમેદવારો જાહેર

મુંબઈમાં છ લોકસભા મતવિસ્તારમાં તમામ પક્ષોના ઉમેદવારો જાહેર

02 May, 2024 02:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Elections 2024: મુંબઈમાં મહાગઠબંધનમાં ભાજપ ૨૮ બેઠકો પર, એકનાથ શિંદે જૂથ ૧૫ બેઠકો પર અને અજિત પવાર જૂથ ૪ બેઠકો પર ચૂંટણી લડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં ચોતરફ લોકસભાની ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) નો પવન જોરશોરથી ફૂંકાઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને દેશભરના સંસદીય ક્ષેત્રોમાં વાતાવરણ ગરમાયું છે. મહાયુતિમાં કેટલીક બેઠકો માટે ભારે રસાકસી ચાલી રહી છે. ત્યારે મુંબઈ (Mumbai) બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત છેલ્લા કેટલાક દિવસોથી અટકી પડી હતી. આખરે મુંબઈના છ બંધારણ ક્ષેત્રમાં તમામ પક્ષોના ઉમેદવારો જાહેર કરાયા છે.

એકનાથ શિંદે (Eknath Shinde) જૂથે ઉત્તર-પશ્ચિમ મુંબઈ (North West Mumbai) માંથી રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar) ને નોમિનેટ કર્યા હતા, જ્યારે યામિની જાધવ (Yamini Jadhav) ને દક્ષિણ મુંબઈ (South Mumbai) માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.



ગઈકાલે કોંગ્રેસ (Congress) એ ઉત્તર મુંબઈ (North Mumbai) થી ભૂષણ પાટીલ (Bhushan Patil) ને ઉમેદવાર બનાવ્યા છે. જેના કારણે હવે તમામ પક્ષોએ મુંબઈની છ લોકસભા બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે.


આ સાથે મહાવિકાસ અઘાડી (Mahavikas Aghadi) ની સીટ વહેંચણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહાવિકાસ આઘાડી વતી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ ૨૧ બેઠકો પર, કોંગ્રેસ ૧૭ બેઠકો પર અને શરદ પવાર (Sharad Pawar) જૂથ ૧૦ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે.

એવું કહેવામાં આવ્યું છે કે, મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP) ૨૮ બેઠકો પર, એકનાથ શિંદે જૂથ ૧૫ બેઠકો પર અને અજિત પવાર (Ajit Pawar) જૂથ ૪ બેઠકો પર ચૂંટણી લડશે. મુંબઈમાં ઉમેદવારોની જાહેરાત બાદ બંને ગઠબંધનની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે.


મુંબઈમાં છે આ છ મતવિસ્તારઃ

૧. દક્ષિણ મુંબઈ

૨. દક્ષિણ-મધ્ય મુંબઈ

૩. ઉત્તર મુંબઈ

૪. ઉત્તર-મધ્ય મુંબઈ

૫. ઉત્તર-પૂર્વ મુંબઈ

૬. ઉત્તર-પશ્ચિમ મુંબઈ

ચાલો જોઈ લઈએ કોણ કયા વિસ્તારમાંથી લડશેઃ

ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તાર

મહાયુતિ - પિયુષ ગોયલ

મહાવિકાસ આઘાડી - ભૂષણ પાટીલ

ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તાર

મહાયુતિ - મિહિર કોટેચા

મહાવિકાસ આઘાડી - સંજય દિના પાટીલ

ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા મતવિસ્તાર

મહાયુતિ - રવીન્દ્ર વાયકર

મહાવિકાસ આઘાડી - અમોલ કીર્તિકર

ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તાર

મહાયુતિ - ઉજ્જવલ નિકમ

મહાવિકાસ આઘાડી - વર્ષા ગાયકવાડ

દક્ષિણ મધ્ય મુંબઈ

મહાયુતિ - રાહુલ શેવાળે

મહાવિકાસ આઘાડી- અનિલ દેસાઈ

દક્ષિણ મુંબઈ લોકસભા મતવિસ્તાર

મહાયુતિ - યામિની જાધવ

મહાવિકાસ આઘાડી - અરવિંદ સાવંત

ઉલ્લેખનીય છે કે, મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરીય જિલ્લામાં વહેંચાયેલું છે. મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ-મધ્ય મતવિસ્તાર મુંબઈ શહેરમાં છે, જ્યારે બાકીના મતવિસ્તારો મુંબઈ ઉપનગરમાં છે. મુંબઈ મતવિસ્તારમાં પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ મતદાન થશે. નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ત્રીજી મે છે. અત્યારે મુંબઈમાં રાજકારણ ગરમાયેલું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ખરાખરીનો જંગ જામવાનો છે, જેના એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK