Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kartik Aaryan

લેખ

 નાગઝિલાફર્સ્ટ લુક

કાર્તિક આર્યન બનશે ઇચ્છાધારી નાગ

કરણ જોહર અને કાર્તિક આર્યને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ નાગઝિલાનું મોશન પોસ્ટર શૅર કર્યું. રિપોર્ટ પ્રમાણે ‘નાગઝિલા’માં કાર્તિકનો ડબલ રોલ છે અને એમાં માણસ અને નાગ વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવશે.

25 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 કાર્તિક આર્યન અને શ્રીલીલાને

અત્યારે હું સિંગલ છું

પોતાની અને શ્રીલીલાની રિલેશનશિપ વિશે કરી કાર્તિક આર્યને સ્પષ્ટતા. કાર્તિક આર્યન હાલમાં શ્રીલીલા સાથેની પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ્સની સાથોસાથ એવી પણ ચર્ચા વાઇરલ થઈ છે કે કાર્તિક શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે.

10 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટ પર

ભીડમાંથી અચાનક એક જણે શ્રીલીલાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી

તેની સાથે ચાલી રહેલા કાર્તિક આર્યનને ખબર પણ ન પડી. કાર્તિક આર્યન અને શ્રીલીલા ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને એનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

09 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિક્કિમના CMનાં મહેમાન બન્યાં કાર્તિક આર્યન -શ્રીલીલા

સિક્કિમના CMનાં મહેમાન બન્યાં કાર્તિક આર્યન -શ્રીલીલા

શૂટિંગ માટે સિક્કિમની પસંદગી કરવા બદલ સદ્ભાવની લાગણી વ્યક્ત કરવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ટીમને પરંપરાગત વસ્તુઓની ગિફ્ટ આપવામાં આવી

04 April, 2025 07:04 IST | Gangtok | Gujarati Mid-day Correspondent

ફોટા

જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ

આઇફા અવૉર્ડ્‍સમાં બે ગુજરાતી કન્યાઓનો સપાટો

જાનકી બોડીવાલાને  શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‍સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે  બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્‍સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને  ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્‍સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન  

11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને ગોવામાં ઉજવ્યો ૩૪મો જન્મદિવસ

ગોવાના બીચ પર Chill કરે છે આ એક્ટર, બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ

અભિનેતા કાર્તિક આર્યનએ હાલમાં જ ૨૨ નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. કાર્તિકે ગોવામાં ફ્રેન્ડસ અને ટીમ સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. જેની તસવીતો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. ચાલો જોઈએ કાર્તિક આર્યનના ગોવા સેલિબ્રેશનની તસવીરો.

25 November, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભુલ ભુલૈયા 3, સિંઘમ અગેઇન અને કંગુવા સાથે 2024નો અંત; પુષ્પા 2, બેબી જ્હોન અને અન્ય મોટી રીલીઝ રાહ જોઈ રહ્યા છે!

2024-25માં બૉક્સ ઑફિસના અનેક રેકોર્ડ્સ તોડવા આવી રહી છે બૉલિવૂડની આ ફિલ્મો!

2024નું વર્ષ બૉલિવૂડ ફિલ્મ જગત માટે ખૂબ જ ફળ્યું છે. આ વર્ષે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જેણે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરોમાં આકર્ષ્યા છે. આ વર્ષના અંત સુધી હજી કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે જે દર્શકોને થિયેટરના જબરદસ્ત અનુભવ સાથે બૉક્સ ઑફિસ પર પણ જોરદાર કલેક્શન કરવામાં સફળ રહી શકે છે. આપણે હવે વર્ષના અંતિમ તબક્કામાં હોવાથી, ચાલો જાણીએ કેટલીક એવી ફિલ્મો વિશે જે આ દિવાળી અને વર્ષના અંતને વધુ યાદગાર બનાવશે.

17 October, 2024 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાપ્પા સાથે સેલેબ્સ

Ganesh Chaturthi 2024: બૉલીવુડ સેલેબ્સે વિઘ્નહર્તાના આશિષ મેળવ્યા, જુઓ તસવીરો

બૉલિવૂડના જગતમાં પણ ગણેશ ચતુર્થીનો અત્યંત આનંદ જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સે પોતાના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. જુઓ આ ભક્તિમાં તરબોળ તસવીરો

09 September, 2024 09:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

શ્રદ્ધા કપૂરથી શાલિની પાસી: રેડ કાર્પેટ પર કોણે શું પહેર્યું?

શ્રદ્ધા કપૂરથી શાલિની પાસી: રેડ કાર્પેટ પર કોણે શું પહેર્યું?

તાજેતરમાં મુંબઈમાં એક એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ફિલ્મ, ફૅશન, સંસ્કૃતિ અને રમતગમતની દુનિયાના ટ્રેલબ્લેઝર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમણે પાછલા વર્ષમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ઈવેન્ટમાં કાર્તિક આર્યન, વરુણ ધવન, વિકી કૌશલ, અર્જુન કપૂર, રાજકુમાર રાવ અને ઈમ્તિયાઝ અલી સહિત બૉલિવૂડની સૌથી પ્રિય વ્યક્તિઓ દર્શાવતી સ્ટાર-સ્ટડેડ રેડ કાર્પેટ જોવા મળી હતી, જે તમામને ઈવેન્ટમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ઓળખવામાં આવ્યા હતા. બૉલિવૂડ અભિનેત્રી દિવા શ્રદ્ધા કપૂર, તૃપ્તિ ડિમરી, નોરા ફતેહી, કરિશ્મા તન્ના, પલક તિવારી અને રિયાલિટી શો સ્ટાર શાલિની પાસીની આકર્ષક હાજરી દ્વારા આ પ્રસંગને વધુ ઉત્કૃષ્ટ કરવામાં આવ્યો હતો, જેમણે સાંજે સ્ટેટમેન્ટ-મેકિંગ આઉટફિટ્સ, લાવણ્યનો સ્પર્શ ઉમેરી લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.

30 November, 2024 05:44 IST | Mumbai
કાર્તિક આર્યન, સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે તેમના મત આપ્યા

કાર્તિક આર્યન, સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે તેમના મત આપ્યા

2024ની મહારાષ્ટ્રની ચૂંટણીમાં, કાર્તિક આર્યન, સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ મતદાન કરવા માટે મતદાન મથકો પર પોતાનો માર્ગ બનાવ્યો હતો. અભિનેતાઓ, જેઓ સામાજિક કાર્યોમાં તેમની સક્રિય ભાગીદારી માટે જાણીતા છે, તેમણે મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને તેમના ચાહકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. મતદાન મથકો પર તેમની હાજરી મીડિયા દ્વારા વ્યાપકપણે આવરી લેવામાં આવી હતી, જેણે ચૂંટણીની કાર્યવાહીમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો હતો.

20 November, 2024 02:00 IST | Mumbai
`ભૂલ ભુલૈયા 3` સક્સેસ પાર્ટીનો જુઓ ઇનસાઈડ વીડિયો

`ભૂલ ભુલૈયા 3` સક્સેસ પાર્ટીનો જુઓ ઇનસાઈડ વીડિયો

કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ દિમરી અને માધુરી દીક્ષિતે ઉજવણીમાં ગ્લેમર ઉમેરતા જ સ્ટાર્સે ‘ભૂલ ભુલૈયા 3’ સક્સેસ બેશ પ્રગટાવી હતી. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ અફેર હતી, જેમાં દરેક સેલિબ્રિટી તેમની અનન્ય શૈલી અને હાજરી દર્શાવે છે. ચાહકો અને મીડિયાએ આતુરતાપૂર્વક યાદગાર પળોને કેપ્ચર કરી, બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોની લાઇનઅપ સાથે ફિલ્મની સફળતાની ઉજવણી કરી. બૅશએ મૂવીની સિદ્ધિને પ્રકાશિત કરી અને રાત્રિના ઉત્સવના વાતાવરણમાં આનંદ માણવા માટે ઉદ્યોગના ચિહ્નોને ભેગા કર્યા.

13 November, 2024 03:05 IST | Mumbai
કાર્તિક આર્યન અને વિદ્યા બાલને ભૂલ ભુલૈયા 3ને ગણાવી દિવાળી 2024 માટે છે પરફેક્ટ

કાર્તિક આર્યન અને વિદ્યા બાલને ભૂલ ભુલૈયા 3ને ગણાવી દિવાળી 2024 માટે છે પરફેક્ટ

ભૂલ ભૂલૈયા 3 સિંઘમ અગેઇન આ દિવાળીએ સિનેમાઘરોમાં આવી રહી છે. આ વિડિયોમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન જણાવે છે કે શા માટે ભૂલ ભુલૈયા 3 જોવી જોઈએ. ભેલપુરી સાથે મૂવીની સરખામણી કરતા વિદ્યા બાલન કહે છે કે BB3માં દર્શકોને ગમે તેવી તમામ લાગણીઓ છે: તે મસાલેદાર, રોમેન્ટિક અને રોમાંચક છે. કાર્તિક આર્યન એ પણ શેર કર્યું કે તે "અમી જે તોમર 3.0" ના કેટલા ચાહક છે. વધુ જાણવા માટે, સંપૂર્ણ વિડિઓ જુઓ!

27 October, 2024 02:22 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK