Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > CSK vs PBKS: સતત પાંચમીવાર પંજાબ સામે ચિત થઈ ગયું ચેન્નઈ

CSK vs PBKS: સતત પાંચમીવાર પંજાબ સામે ચિત થઈ ગયું ચેન્નઈ

02 May, 2024 09:50 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024, Match 49, CSK vs PBKS: ૧૩ બૉલ બાકી રાખીને સાત વિકેટ જીત સાથે પંજાબે મુંબઈ જેવી કમાલ કરીઃ હર‌પ્રિત બ્રાર બન્યો મૅચનો હીરોઃ ઋતુરાજે વિરાટ પાસેથી છીનવી લીધે ઑરેન્જ કૅપ

તસવીર સૌજન્યઃ iplt20.com

IPL 2024

તસવીર સૌજન્યઃ iplt20.com


આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને ફરી એકવાર ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ આ સીઝનમાં લખનઉ સામે પણ ઘરઆંગણે હારી ગયુ હતું. ઘરઆંગણે અભેદ ગણાતી ચેન્નઈને પંજાબ કિંગ્સ (Punjab Kings) એ ૧૩ બૉલ બાકી રાખીને સાત વિકેટથી પરાસ્ત કરી દીધી હતી. ચેન્નઈએ આપેલા ૧૬૩ રનના ટાર્ગેટને પંજાબે ૧૭.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને પ્રમાણમાં આસાનીથી લ કરી લીધો હતો. ચાર ઓવરમાં માત્ર ૧૭ રનમાં બે વિકેટ ઝડપનાર હરપ્રિત બ્રાર મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

પંજાબ સામે સતત પાંચમી હાર



૧૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ વાનખેડેમાં ૬ વિકેટે હરાવ્યા બાદ ચેન્નઈ ગઈ કાલે સતત પાંચમીવાર ચેન્નઈ પંજાબ સામે હારી ગયું હતું. ૨૦૨૧ની સીઝનની પહેલી ટક્કરમાં હાર્યા બાદ પંજાબે કમબૅક કરતા બીજી ટક્કરમાં દુબઈમાં છ વિકેટે જીત સાથે શાનદાર કમબૅક કયું હતું. ૨૦૨૨માં પંજાબે ચેન્નઈ સામેની બન્ને ટક્કરમાં ૫૪ રન અને ૧૧ રનથી જીત મેળવીને જીતની હૅટ-ટ્રિક નોંધાવી હતી. ત્યારબાદ ગઈ સીઝનમાં એકમાત્ર ટક્કરમાં પણ પંજાબનો ચાર વિકેટથી વિજય થયો હતો અને ગઈ કાલે પણ પંજાબનો જ દબદબો રહ્યો હતો અને સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. ચેન્નઈ જેવી પાંચ વખતની ચૅમ્પિયન ટીમ સામે આવી કમાલ પંજાબ પહેલા માત્ર મુંબઈ જ કરી શક્યું હતું. મુંબઈએ ૨૦૧૮માં બીજી ટક્કરમાં જીત બાદ ૨૦૧૯માં ફાઇનલ સહિત ચારેય જીત સાથે ચેન્નઈ સામે સતત પાંચ મૅચ જીતનાર મુંબઈ પ્રથમ ટીમ બની હતી. 


સારી શરૂઆત બાદ ફસડાયુ

પંજાબે ટૉસ જીતીને ચેન્નઈને પ્રથમ બૅટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનરો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૪૮ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૬૨ રન) અને અજિંક્ય રહાણે (૨૪ બૉલમાં પાંચ ફોર સાથે ૨૯ રન)એ ૮.૨ ઓવરમાં ૬૪ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે સારી શરૂઆત કરી હતી. પણ નવમી ઓવરમાં રહાણે અને શિવમ દુબે (૦)ની વિકેટ બાદ સ્કોરને બ્રેક લાગી ગઈ હતી અને માંડમાંડ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટે ૧૬૨ રન સુધી પહોંચી શક્યા હતાં. સમિર રીઝવીએ ૨૩ બૉલમાં ૨૧ રન, મોઇન અલીએ ૯ બૉલમાં ૧૫ રન અને છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૧ બૉલમાં ૧૪ રન બનાવ્યા હતાં. કૅગિસો રબાડા (ચાર ઓવરમાં ૨૩ રનમાં એક વિકેટ) તેમજ બન્ને સ્પિનરો હરપ્રિત બ્રાર (ચાર ઓવરમાં ૧૭ રનમાં બે વિકેટ) અને રાહુલ ચહર (ચાર ઓવરમાં ૧૬ રનમાં બે વિકેટ) સામે ચેન્નઈના બૅટરો સાવ જ વામળા સાબિત થયા હતાં. બન્ને સ્પિનરો ચહર અને બ્રારની આઠ ઓવરમાં તો ચેન્નઈના બૅટરો એક પણ બાઉન્ડરી ફટકારી નહોતો શક્યા.


બૅરસ્ટૉ-રૉસો દમદાર

સ્લો પિચ પર ૧૬૩ રનનો ટાર્ગેટ આસાન નહીં હોય એવી ચર્ચા વચ્ચે પંજાબના જૉની બૅરસ્ટો (૩૦ બૉલમાં ૪૬ રન) અને રેલી રૉસો (૨૩ બૉલમાં ૪૩ રન)એ આક્રમક ઇનિંગ્સ વડે ટીમને સતત બીજો વિજય મેળવી આપ્યો હતો.

પેસબોલરોની ઇન્જરી નડી

ચેન્નઈને તેમના પેસબોલરોની ઇન્જરી ભારે પડી ગઈ હતી. તેમનો સ્ટાર બૉલર પથિરાના અને તુષાર દેશપાંડે ફિટ ન હોવાથી ગઈ કાલે રમ્યા નહોતો અને દીપક ચહર માત્ર બે જ બૉલ ફેક્યાં બાદ ઇન્જર્ડ થઈ જતા મેદાન છોડીને જતો રહ્યો હતો.

ઑરેન્જ કૅપ હવે ઋતુરાજના શિરે

વધુ એક ૫૦ પ્લસના સ્કોર સાથે ઋતુરાજે આ સિઝનમાં ૫૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. વિરાટ બાદ આ કમાલ કરનાર એ બીજો ખેલાડી બની ગયો હતો. ઉપરાંત ૫૦૯ રન સાથે તેણે ‌વિરાટ (૫૦૦ રન) પાસેથી ઑરેન્જ કૅપ પણ છીનવી લીધી હતી.

આ ઉપરાંત તેણે એક મોટી ઉપલબ્ધિ પણ હાંસિલ કરી લીધી હતી. ૫૦૯ રન સાથે એ એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ચેન્નઈનો કૅપ્ટન બની ગયો હતો. અત્યાર સુધી મહેન્દ્ર ‌સિંહ ૪૬૧ રન સાથે આ રેકોર્ડ ધરાવતો હતો. ધોનીએ ૨૦૧૩માં હાઈએસ્ટ ૪૬૧ રન બનાવ્યા હતાં. આમ ઋતુરાજે કૅપ્ટન તરીકે પ્રથમ વર્ષે જ ધોનીના ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

૨૦૧૪ના ટૉપ ફાઇવ બૅટરો

ખેલાડી

મૅચ

રન

ઋતુરાજ ગાયકવાડ

૧૦

૫૦૯

વિરાટ કોહલી

૧૦

૫૦૦

સાંઈ સુદર્શન

૧૦

૪૧૮

કે. એલ. રાહુલ

૧૦

૪૦૬

રિષભ પંત

૧૧

૩૯૮

ધોની સીઝનમાં પહેલીવાર થયો આઉટ

અત્યાર સુધી લાસ્ટ કે સેકન્ડ લાસ્ટ ઓવરમાં મેદાનમાં ઉતરીને ચોક્કા-છક્કા ફટકારીને ચાહકોને ઝુમતા કરી દેતા ધોનીએ ગઈ કાલે ૧૧ બૉલમાં ૧૪ રન જ બનાવ્યા હતા અને છેલ્લા બૉલે રન-આઉટ થઈ ગયો હતો. આ મૅચ પહેલા આ સીઝનમાં ધોની સાતવાર બૅટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો તેણે ૨૬૦ની સ્ટ્રાઇક રેટથી ૯૬ રન બનાવ્યા હતાં અને દરેક વખતે નૉટ-આઉટ રહ્યો હતો. પણ ગઈ કાલે રન-આઉટ થતા તેનો અણનમ રહેવાનો સિલસિલો તુટી ગયો હતો.

બન્ને ફરી રવિવારે ટકરાશે

ચેન્નઈ અને પંજાબ ફરી પાછા રવિવારે ધરમશાળામાં ટકરાશે. મુલ્લાંપુર ઉપરાંત આ સીઝનમાં ધરમશાળા પંજાબનું સેકન્ડ હૉમ ગ્રાઉન્ડ છે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

 

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૬

૦.૬૯૪

કલકત્તા

૧૨

૧.૦૯૬

લખનઉ

૧૦

૧૨

૦.૦૯૪

ચેન્નઈ

૧૦

૧૦

૦.૬૨૭

હૈદરાબાદ

૧૦

૦.૦૭૫

દિલ્હી

૧૧

૧૦

-૦.૪૧૫

પંજાબ

૧૦

-૦.૦૬૨

ગુજરાત

૧૦

-૧.૧૧૩

મુંબઈ

૧૦

-૦.૨૭૨

બૅન્ગલોર

૧૦

-૦.૪૧૫

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK