Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લાં ૫૩ વર્ષથી બીજી મેએ દોસ્તી દિવસ મનાવવાનો ક્રમ જાળવી રાખ્યો છે અનુપમ ખેરે

છેલ્લાં ૫૩ વર્ષથી બીજી મેએ દોસ્તી દિવસ મનાવવાનો ક્રમ જાળવી રાખ્યો છે અનુપમ ખેરે

03 May, 2024 06:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રેન્ડ્સને માને છે પોતાની ખરી સંપત્તિ

વિજય સહગલ , સતીશ મલ્હોત્રા અને અનુપમ ખેર

વિજય સહગલ , સતીશ મલ્હોત્રા અને અનુપમ ખેર


અનુપમ ખેર ૫૩ વર્ષથી બીજી મેએ દોસ્તી દિવસ સેલિબ્રેટ કરતા આવ્યા છે. આ સિલસિલો તેમણે ૧૯૭૧ની બીજી મેએ શરૂ કર્યો હતો. તેમના ફ્રેન્ડ્સ સાથે મળીને તેમણે નક્કી કરી રાખ્યું હતું કે દર વર્ષે આ તારીખે તેઓ દોસ્તી દિવસ સેલિબ્રેટ કરશે. પોતાના આવા મિત્રોને કારણે અનુપમ ખેર પોતાને ધનવાન માને છે. ફ્રેન્ડ્સ સાથે પસાર કરેલા સમયના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી, ‘ફ્રેન્ડશિપ ડે. આજથી ૫૩ વર્ષ પહેલાં ૧૯૭૧ની બીજી મેએ મેં, વિજય સહગલ અને સતીશ મલ્હોત્રાએ શિમલામાં નક્કી કર્યું હતું કે આપણે દર વર્ષે બીજી મેએ દોસ્તી દિવસ મનાવીશું. અમારા ત્રણમાંથી કોઈ એકાદ યાદ અપાવી દે છે કે આજે બીજી મે છે. બાળપણની દોસ્તી આજીવન ટકી રહે છે, કેમ કે બાળપણના સંબંધોની નિર્દોષતા જીવનભર કાયમ રહે છે. જો આવા ફ્રેન્ડ્સ મળે તો વ્યક્તિ દરેક તકલીફ, પરેશાની, દુઃખ, બેચેની હસતા મોંએ સહન કરી શકે છે. હું આજે ધનવાન એટલા માટે નથી કે મારી પાસે ગાડી છે, પ્રસિદ્ધિ છે અને સફળતા છે; પરંતુ એટલા માટે સફળ છું, કેમ કે મારી પાસે આવા ફ્રેન્ડ્સ છે. દોસ્તી કી જય હો.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 06:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK