ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે T20 ઓપનર સંજુ સૅમસનના પ્રદર્શનની નિંદા કરી છે.
સંજુ સૅમસન
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે T20 ઓપનર સંજુ સૅમસનના પ્રદર્શનની નિંદા કરી છે. ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં સતત પાંચ મૅચમાં એક જ પ્રકારે આઉટ થયેલા સંજુ વિશે વાત કરતાં શ્રીકાંત કહે છે, ‘તે હવે બસ ચૂકી રહ્યો હોય એવું લાગે છે. તે પાંચમી વખત એ જ રીતે આઉટ થયો. તેણે એ જ શૉટ રમ્યો. મને લાગે છે કે તે પોતાનો અહંકાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે - ના, ના, હું આ જ શૉટ રમીશ. તે ક્યાં તો અહંકારની સફરમાં છે અથવા સંઘર્ષ કરી રહ્યો છે. મને ખબર નથી. આ ખૂબ જ ખરાબ છે. હું નિરાશ છું. આપણે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગી કેમ ન થઈ એ વિશે વાત કરી. જો તે આ રીતે રમવાનું ચાલુ રાખશે તો કહેવામાં આવશે - આભાર, માફ કરજો, પણ યશસ્વી જાયસવાલ પાછો આવી રહ્યો છે. મારા મતે, આગામી T20 મૅચમાં યશસ્વી આપમેળે આ સ્થાન પર આવી જશે.’

