Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Champions Trophy

લેખ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ પાકિસ્તાન વિમેન્સ ટીમ

વર્લ્ડ કપમાં હાઇબ્રિડ મૉડલ લાગુ થશે, પાકિસ્તાની ટીમ ભારતની બહાર મૅચ રમશે

19 April, 2025 10:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર

મુંબઈકર શ્રેયસ ઐયર માર્ચ મહિનાનો ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીત્યો

ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુંબઈમાં જન્મેલા શ્રેયસ ઐયરને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા માર્ચ મહિનાનો મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે.

16 April, 2025 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉકી ફર્ગ્યુસન

પંજાબનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી ઑલમોસ્ટ બહાર

ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન ડાબા પગમાં ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર બે બૉલ ફેંક્યા બાદ પગમાં દુખાવો થતાં પંજાબ કિંગ્સના આ ૩૩ વર્ષના બોલરે મેદાનની બહાર બેસવું પડ્યું હતું.

16 April, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

જીવન કેવું હોય એનું ઉત્તમ ઉદાહરણ છે છેલ્લા નવ મહિના

જીવનમાં હંમેશાં ઉતાર-ચડાવ આવશે એમ જણાવતાં રોહિત શર્મા કહે છે...

30 March, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલમાં એકપણ મૅચ હાર્યા વગર પ્રવેશ કર્યો છે. (તસવીરો: આશિષ રાજે)

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ: IND vs NZ મૅચ માટે મુંબઈમાં દેખાયો ક્રિકેટ ફીવર

ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડેના દિવસે, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે લોકો મુંબઈના દાદર વિસ્તારમાં ભેગા થયા હતા. (તસવીરો: આશિષ રાજે)

10 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈકાલે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચમાં શિખર ધવન કૉમેન્ટેટર તરીકે આવ્યો હતો.  (તસવીર: મિડ-ડે)

ડિવોર્સ બાદ આ મહિલાને ડેટ કરી રહ્યો છે ક્રિકેટર શિખર ધવન? સોશિયલ મીડિયા પર અટકળો

ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે તાજેતરમાં એક રહસ્યમય મહિલા સાથે જોવા મળ્યો હતો. આ મહિલા સાથે તેની તસવીરો સામે આવતા તેના ચાહકો ઉત્સુક છે અને ચર્ચા જાગી છે કે શું ક્રિકેટર આ મહિલાને ડેટ કરી રહ્યો છે? (તસવીરો: મિડ-ડે)

22 February, 2025 07:23 IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની ટ્રૉફી રાખવામાં આવી હતી.

Photos: ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025, ક્રિકેટ ટુર્નામેન્ટ પહેલા ટ્રૉફી પહોંચી ભારત

ICC મૅન્સ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ટ્રૉફીની ટૂર સમગ્ર વિશ્વમાં શરૂ છે. હાલમાં આ ટ્રૉફી ભારત આવી હતી. આ ટ્રૉફી મુંબઈ અને બૅંગલુરુમાં અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. આ ટ્રૉફીને જોવા અનેક ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતા અને મોહિત થાય હતા. (તસવીર: મિડ-ડે)

03 February, 2025 03:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ટીમ ઈન્ડિયા 11મી માર્ચે પોતાનું બીજું ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી હતી. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ, ટીમે 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિજય એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. દેશભરના ચાહકોએ ગર્વ અને ઉજવણી સાથે ચેમ્પિયનનું સ્વાગત કર્યું.

12 March, 2025 09:48 IST | Dubai
૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad
ભારતે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હરાવ્યું, ચાહકોએ ઉજવણી કરી

ભારતે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હરાવ્યું, ચાહકોએ ઉજવણી કરી

દુબઈના પ્રતિષ્ઠિત સ્થળ પર 265 રનના લક્ષ્યનો પીછો કરીને ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પર ચાર વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો. વાતાવરણમાં ઉત્સાહ સાથે, વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને વિજય અપાવ્યો, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જેમ જેમ અંતિમ બોલ ફેંકવામાં આવ્યો, તેમ તેમ સ્ટેડિયમ ખુશીથી છલકાઈ ગયું. ભારતીય ચાહકો, તેમના ચહેરા ઉત્સાહથી ચમકી ગયા, એક સાથે હર્ષનાદ કરતા, કઠિન જીતની ઉજવણી કરી. આનંદ અને નારાઓથી ભરેલું પ્રતિષ્ઠિત દુબઈ સ્થળ, ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક અવિસ્મરણીય ક્ષણનું સાક્ષી બન્યું. કોહલીની આગેવાનીમાં ખેલાડીઓએ ઉજવણીમાં એકબીજાને ભેટી પડ્યા, જ્યારે ભીડ સતત ઉત્સાહિત રહી, શુદ્ધ આનંદનું દ્રશ્ય બનાવતી રહી.

05 March, 2025 06:55 IST | Dubai
ભારત V/S ઓસ્ટ્રેલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: રમત શરૂ થતાં ચાહકો ઉત્સાહિત

ભારત V/S ઓસ્ટ્રેલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: રમત શરૂ થતાં ચાહકો ઉત્સાહિત

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે, અને ભારત દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ રહ્યું છે. સમગ્ર ભારતના ક્રિકેટ ચાહકો ઉત્સાહથી ભરેલા છે અને આશા રાખે છે કે તેમની ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે. બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓની મજબૂત લાઇનઅપ છે, જે સ્પર્ધાને વધુ રોમાંચક બનાવે છે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તેમ બધી નજર ટીમ ઇન્ડિયા પર રહેશે, કારણ કે તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ટ્રોફીની નજીક જવાનો પ્રયાસ કરશે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.

04 March, 2025 05:41 IST | Dubai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK