ભારતીય ટીમનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન વાનખેડે સ્ટેડિયમમાં પાંચમી T20 મૅચમાં એક ચોગ્ગો અને બે છગ્ગાની મદદથી સાત બૉલમાં ૧૬ રનની ઇનિંગ્સ રમ્યો હતો.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલર સાથે T20 જર્સીની અદલાબદલી કરી સંજુ સૅમસને.
ભારતીય ટીમનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન વાનખેડે સ્ટેડિયમમાં પાંચમી T20 મૅચમાં એક ચોગ્ગો અને બે છગ્ગાની મદદથી સાત બૉલમાં ૧૬ રનની ઇનિંગ્સ રમ્યો હતો. આ મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ઓવરમાં બૉલ તેના જમણા હાથની હથેળી પર વાગ્યો હતો. તેને દુખાવો થતાં ઇંગ્લૅન્ડની બૅટિંગ સમયે તેના સ્થાને ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે મેદાનમાં ઉતારવો પડ્યો હતો.
એવું જાણવા મળ્યું છે કે સૅમસનના જમણા હાથની તર્જની આંગળીમાં ફ્રૅક્ચર થયું છે જેના કારણે તેણે એક મહિનાથી વધુ સમય માટે ક્રિકેટથી દૂર રહેવું પડશે. આગામી રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલમાં કેરલા માટે પણ તે રમી શકશે નહીં. નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં ફિટનેસ પર કામ કર્યા બાદ તેને ક્રિકેટમાં વાપસી કરવા NCAની મંજૂરી લેવી પડશે. એવી શક્યતા છે કે ૨૧ માર્ચથી આયોજિત IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ તરફથી જ તે મેદાન પર વાપસી કરશે. સૅમસન વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય સ્ક્વૉડમાં એન્ટ્રી મેળવી શક્યો નથી.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝની પાંચેય મૅચમાં તે શૉર્ટ બૉલ પર કૅચઆઉટ થયો હતો. આ ઓપનરે અનુક્રમે ૨૬, ૫, ૩, ૧ અને ૧૬ રન બનાવ્યા હતા.

