કૅન્ડી ખાવાનો પગાર લો
ઑન્ટારિયાના મિસિસૌગા સ્થિત કૅન્ડી ફનહાઉસ નામની કંપની એની કૅન્ડી, ચૉકલેટ્સ અને મીઠાઈઓ ચાખવા માટે પૂર્ણ સમયની તેમ જ પાર્ટટાઇમ ટેસ્ટર્સની શોધખોળ કરી રહી છે. એક કલાકમાં લગભગ ૩૦૦૦ કૅન્ડી અને ચૉકલેટ ટ્રીટ્સનાં સૅમ્પલ ચાખવાના ૪૭ ડૉલર એટલે કે લગભગ ૩૪૩૧ રૂપિયાનો પગાર ચૂકવશે.
આ નોકરી માટે અરજી કરનાર ઉમેદવારને કન્ફેક્શનરી અને ચૉકલેટ્સ ચાખવા માટે ઉત્સાહ અને ઉત્સુકતા હોવી જોઈએ. કૅન્ડી ફનહાઉસ એનાં ઉત્પાદનોને ટેસ્ટ કરનાર વ્યક્તિ પાસેથી ઈમાનદારી અને સ્પષ્ટ અભિપ્રાયની આશા રાખે છે.