Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

 લૉરા કોલમૅન-ડે

પતિની યાદમાં આ મહિલા વેડિંગ ગાઉન પહેરીને લંડન મૅરથૉન દોડી

ગયા રવિવારે લંડનમાં યોજાયેલી મૅરથૉનમાં લૉરા કોલમૅન-ડે નામની ૨૬ વર્ષની મહિલા લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામેલા પતિની યાદમાં મૅરથૉન દોડી હતી. ગયા વર્ષે તેના પતિ જૅન્ડરે લ્યુકેમિયા તરીકે ઓળખાતા એક પ્રકારના બ્લડ-કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો.

04 May, 2025 06:47 IST | London | Gujarati Mid-day Correspondent
CCTV કૅમેરામાં કેદ ઘટના

સાંઢ સ્કૂટી લઈને ભાગ્યો

ઉત્તરાખંડના હૃષીકેશમાં CCTV કૅમેરામાં એક ઘટના કેદ થઈ છે જે જોઈને દંગ રહી જવાય એવું છે. એક સાંઢ ગલીમાં ચાલતાં-ચાલતાં રોડના કિનારે પાર્ક કરેલી સ્કૂટી પર ચડી જાય છે. આગળના બન્ને પગ તે સ્કૂટી પર એવી રીતે ચડાવે છે જાણે સ્કૂટી પર સાંઢ બેસી ગયેલો લાગે.

04 May, 2025 06:46 IST | Rishikesh | Gujarati Mid-day Correspondent
એથલ કૅટરહૅમ

વિશ્વના ઓલ્ડેસ્ટ વ્યક્તિ બન્યાં ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસનાં આ માજી

ઇંગ્લૅન્ડમાં રહેતી બ્રિટનની સૌથી ઓલ્ડેસ્ટ વ્યક્તિ એથલ કૅટરહૅમ હવે વિશ્વની સૌથી વયસ્ક વ્યક્તિ બની ગયાં છે. એથલને જ્યારે આ ટાઇટલ મળ્યું ત્યારે ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસની વય હતી.

04 May, 2025 06:45 IST | London | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

વહુઓ રીલ બનાવે છે અને સસરા રસોઈ કરે છે

એક સમય હતો જ્યારે રાજસ્થાની વહુઓ છાતીસમાણો ઘૂંઘટ તાણીને ફરતી અને વડીલોની આમન્યા રાખતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘૂંઘટ તો જતો રહ્યો છે અને સમાજ પણ હવે મૉડર્ન થઈ ગયો છે.

03 May, 2025 02:12 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રેગી અને પર્લ

જ્યારે દુનિયાનો સૌથી જાયન્ટ ડૉગ અને સૌથી ટચૂકડી ડૉગી મળ્યાં

અમેરિકાના ઇડાહોમાં રહેતો ગ્રેટ ડેન પ્રજાતિનો રેગી નામનો સાત વર્ષનો ડૉગી વિશ્વના સૌથી મોટા ડૉગીનો રેકૉર્ડ ધરાવે છે. બીજી તરફ અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી ચિહ્વાહુઆ પ્રજાતિની પર્લ નામની ચાર વર્ષની ડૉગી વિશ્વની સૌથી ટચૂકડી ડૉગીનો ખિતાબ ધરાવે છે.

03 May, 2025 01:52 IST | California | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

દુલ્હનને ટાઇફૉઇડ થઈ ગયો હોવાથી દુલ્હો સાત ફેરા લેવા ઘોડી લઈને હૉસ્પિટલ પહોંચ્યો

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક અનોખાં લગ્નનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બ્યાવરા ગામના આદિત્યનાં લગ્ન નક્કી થયેલાં. જોકે લગ્ન પહેલાં જ દુલ્હનને ટાઇફૉઇડ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.

03 May, 2025 01:48 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મીઠી હૅન્ડસ્ટૅન્ડ કરીને પગથિયાં ઊતરે છે

ગોરખપુરની ગજબ કન્યા: ૫૦ ફુટ ઊંચેથી ૭૨ પગથિયાં હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊતરી

હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊભા રહેવું પણ કઠિન છે ત્યાં ગોરખપુરની એક કન્યા હૅન્ડસ્ટૅન્ડ કરીને પગથિયાં ઊતરે છે. મીઠી નામની આ કન્યાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ૫૦ ફુટ ઊંચેથી દાદરા ઊતરે છે અને એ પણ પગેથી નહીં, હાથેથી.

03 May, 2025 01:33 IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
કાઈએ બનાવેલું સ્મૉલ કારમાં ઘર

પૈસા બચાવવા માટે નૅનો કરતાંય નાની કારમાં ઘર બનાવીને રહે છે આ માજી

અમેરિકાનાં ૬૫ વર્ષનાં કાઈ નામનાં મહિલાએ મર્સિડીઝ બેન્ઝ દ્વારા લૉન્ચ થયેલી સ્માર્ટ ફૉર ટૂ તરીકે ઓળખાતી સ્મૉલ કારને ઘર બનાવી દીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ત્યારે ઘર લેવાનું, એને સાચવવાનું બહુ મોંઘું થઈ રહ્યું છે.

03 May, 2025 06:30 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK